Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

લક્ષ્‍‍મી વિલાસ બૅન્કમાંથી 25 હજારથી વધુ નહીં ઉપાડી શકાય : સરકારે નક્કી કરી મર્યાદા

કેન્દ્ર સરકારે આ નિર્ણય રિઝર્વ બૅન્કની ભલામણના આધારે લીધો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લક્ષ્‍મી વિલાસ બૅન્કમાંથી નાણાં ઉપાડવાની મર્યાદા નક્કી કરી દીધી છે.આ મર્યાદા આવનારી 16 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવી છે. ત્યાં સુધી બૅન્કના ખાતાધારકો એક ખાતામાંથી વધારેમાં વધારે 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.

લક્ષ્‍મી વિલાસ બૅન્કના બોર્ડ ઑફ ડિરેક્ટરની જગ્યાએ રિઝર્વ બૅન્કના એડમિનિસ્ટ્રેટરની નિયુક્તિ કરી છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય રિઝર્વ બૅન્કની ભલામણના આધારે લીધો છે.

કેન્દ્ર સરકાર પ્રમાણે કેટલીક પરિસ્થિતિઓમાં ખાતાધારક 25 હજાર રૂપિયાથી વધારેની રકમ ઉપાડી શકશે. જોકે, તેના માટે તેમણે રિઝર્વ બૅન્ક પાસેથી મંજૂરી લેવી પડશે.

બીમારીની સારવાર, ઉચ્ચશિક્ષણ અથવા લગ્નના ખર્ચ માટે આ પ્રકારની મંજૂરી લઈ શકાય છે.

રિઝર્વ બૅન્ક પ્રમાણે, "લક્ષ્‍મી વિલાસ બૅન્ક લિમિટેડની આર્થિક સ્થિતિ સતત કથળતી ગઈ છે. છેલ્લાં ત્રણ વર્ષોથી વધારે સમયથી બૅન્ક સતત નુકસાન કરી રહી છે."

"જેના કારણે તેની નેટવર્થ ઘટી છે. કોઈ ખાસ યોજનાના અભાવ અને વધતી નૉન પર્ફૉર્મિગ એસેટની વચ્ચે ખોટ વધવાની સંભાવના છે.

(9:16 pm IST)