Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કોરોના સંકટ વચ્ચે 68 ટકા ભારતીયોમાં ઓનલાઈન શોપિંગની આદતમાં વધારો

યૂઝર્સ સંભવિત ખતરાને લઈ સર્તક રહે તે જરૂરી

નવી દિલ્હી : કોરોના મહામારીના કારણે ભારતીય ગ્રાહકોમાં ઓનલાઈન શોપિંગ કરવાની પ્રવૃતિમાં મોટો વધારો જોવા મળ્યો છે. કોમ્પ્યુટર સુરક્ષાથી સંબંધિત કંપની મેકએફીએ કહ્યું કે તેમના દ્વારા કરેલા એક સર્વેમાં કોરોના શરૂ થયા બાદ ઓનલાઈન શોપિંગમાં 68 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પરિણામથી જાણી શકાય છે કે ગ્રાહકો ઓનલાઈન મંચ પર પોતાને પર્યાપ્ત રીતે સુરક્ષિત નથી કરી રહ્યા, કારણ કે માત્ર એક ચતુર્થ 27.5 ટકા ભારતીયોએ જ ઓનલાઈન સિક્યુરિટી સોલ્યુશનનો ઉપયોગ કર્યો છે.

મેકએફી ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર વેંકટ કૃષ્ણાપુરે એક નિવેદનમાં કહ્યું કે શોપિંગની આ પ્રવૃતિમાં આગળ વધારો થશે, કારણ કે ગ્રાહક સ્ટોરમાં ન જઈ ઓનલાઈન શોપિંગ કરશે. ઓનલાઈન પૈસાની લેણ-દેણમાં વૃદ્ધિને જોતા સાઈબર ક્રિમિનલ્સ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે, ત્યારે એવામાં જરૂરી છે કે યૂઝર્સ સંભવિત ખતરાને લઈ સર્તક રહે

(10:15 pm IST)