Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

વાયુ પ્રદુષણનો પ્રકોપ

દિલ્હીમાં સ્કૂલ-કોલેજ બંધ : ઓફિસ ૫૦% સ્ટાફ સાથે ચલાવાશે : ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ

નવી દિલ્હી,તા. ૧૭: ખરાબ વાયુ ગુણવત્ત્।ાના કારણે દિલ્હી- એનસીઆરમાં તમામ સ્કુલો, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનોને આગલી સૂચના સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.  ત્યારે શિક્ષણ સંસ્થાન, જે કોરોના મહામારીના કારણે અત્યાર સુધી બંધ હતા અને ખુલ્યા હતા. તેમને પાછા ઓનલાઈન અભિયાન માટે જવું પડ્યું.

ગઇ કાલે રાતે વાયુ ગુણવત્ત્।ા મેનેજમેન્ટ આયોગ (સીએકયૂએમ)એ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સંકટને પહોંચી વળવા માટે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્ત્।ર પ્રદેશની સરકારોને અનેક નિર્દેશ જારી કર્યા. આ નિર્ણય મંગળવારે દિલ્હી- એનસીઆરમાં પ્રદૂષણ સંકટ પર થયેલી એક ઈમરજન્સી બેઠક બાદ લેવામાં આવ્યો. રાજય સરકારોને ૨૨ નવેમ્બરે આ સંબંધમાં અનુપાલન રિપોર્ટ દાખલ કરવાની છે. સીકયૂએમ દ્વારા જારી ૯ પાનાના આદેશમાં એનસીઆર સરકારો (દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્ત્।ર પ્રદેશ)ને સલાહ આપવામાં આવી છે કે ૨૧ નવેમ્બર સુધી ઓછામાં ઓછા ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવે. તેમજ દિલ્હી એનસીઆરમાં સરકારી કાર્યાલયોમાં પણ ઓછામાં ઓછા ૫૦ ટકા કર્મચારીઓને ૨૧ નવેમ્બર સુધી દ્યરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવે. ખાનગી સંસ્થાનોને આ માટે પ્રોત્સાહિત કરવામાં આવે જેતી વાહનોથી થતું પ્રદૂષણ રોકી શકાય.

જરુરી સામાન લઈ જનારા ટ્રકોને છોડીને ૨૧ નવેમ્બર સુધી ટ્રકોને દિલ્હીમાં પ્રવેસ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.

દિલ્હી- એનસીઆરમાં અપવાદોને થોડીને તમામ કન્સ્ટ્રકશન અને મકાન પડવાની ગતિવિધિઓ પર ૨૧ નવેમ્બર સુધી પ્રતિબંધ રહેશે.

રેલવે સેવાઓ / સ્ટેશન સ્ટેશનો સહિત મેટ્રો રેલ સેવાઓ હવાઈ મથક અને આંતર રાજય બસ ટર્મિનલ (આઈએસબીટી) રાષ્ટ્રીય સુરક્ષા/ રક્ષા સંબંધી ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મહત્વની પરિયોજનાઓ અપવાદોમાં સામેલ છે.

દિલ્હી- એનસીઆરની સરકારોએ સ્પષ્ટ રુપથી પ્રદૂષણ ફેલાવનારા વાહનો અને વૈધ પ્રદૂષણ નિયંત્રણ(પીયૂસી) પ્રમાણપત્ર વાળા વાહનોને રોકવા માટે કહેવામાં આવ્યું છે. સાથે વાહન વ્યવહારનું યોગ્ય સંચાલન માટે ટ્રાફિક ટાસ્ક ફોર્સની ટીમને તૈનાત કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

દિલ્હીના ૩૦૦ કિલો મીટરના દાયરામાં સ્થિત અગ્યાર થર્મલ પ્લાન્ટોમાંથી ૬ને ૩૦ નવેમ્બર સુધી બંધ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

(9:58 am IST)