Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ઇ-વેબિલ બનાવ્યા હોય પણ રિટર્ન ઓછું ભરાયું તો પણ નોટિસ મળશે

જીએસટીની આવક વધારવા હવે વેપારીને નાની ભૂલ માટે પણ ખંખેરાશે

મુંબઇ,તા. ૧૭ : ચાર વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલ જીએસટીમાં હવે કડક પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેમાં પણ કોરોનાના કપરાકાળમાં વેપારીઓ સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવતી ન હોતી. જ્યારે હવેથી વેપારીએ નાન સરખી પણ ભુલ કરી તો નોટીસ તો આપવામાં આવશે. તેવી જ સિસ્ટમ તૈયાર કરી દેવામાં આવી છે. જેથી વેપારી દ્વારા જેટલા ઇ-વેબિલ બનાવ્યા હશે તે પ્રમાણે ૩ બી રીટર્ન ભરવામાં આવ્યુુ નહી હોય તો પણ જીએસટી પોર્ટલ પરથી જ વેપારીને નોટીસ મોકલી આપવામાં આવનાર છે.

જીએસટી પોર્ટલ પર વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે તેના ભાગરૂપે વેપારીએ સમગ્ર મહિના દરમિયાન બનાવવામાં આવેલ ઇ વેબિલ પ્રમાણે ૩ બી રીટર્ન ભરપાઇ કર્યા નહીં હોય તો સિસ્ટમ દ્વારા જ વેપારીને તેની નોટીસ આપી દેવામાં આવશે. કારણ કે વેપારીએ બનાવવામાં આવેલા ઇ વેબિલના આધારે જ ૩ બી રિટર્ન પર ટેકસની ગણતરી કરવામાં આવતી હોય છે. જેથી સિસ્ટમ દ્વારા ટેકસની ચોરી કરી હોવાની ગણતરી કરીને વેપારીન. નોટીસ આપવામાં આવશે. જો કે અત્યાર સુધી આ માટેની કાર્યવાહી થતી જ હતી. પરંતુ તેમાં મોટી ટેકસ ચોરી થઇ હોવાનું બહાર આવે તો જ નોટીસ આપવામાં આવતી હતી. જ્યારે હવેથી ઇ વેબિલ અને ૩ બી રીટર્નના ડેટા મિસમેચ થયા તો વેપારીને નોટીસ મળવાની શકયતા વધી જાય છે.

(9:59 am IST)