Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં આયકર વિભાગના દરોડામાં ૨૭૫ કરોડનું કાળું નાણું જપ્ત

સીબીડીટીએ સાત શહેરોમાં ૨૫ સ્થળોએ દરોડા પડ્યા હતા

નવી દિલ્હી તા. ૧૭ : આવકવેરા વિભાગે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને રૂ. ૨૭૫ કરોડની અઘોષિત આવક શોધી કાઢી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ (CBDT) એ મંગળવારે દાવો કર્યો હતો કે આવકવેરા વિભાગે માઇનિંગ મશીનો અને ક્રેન્સ જેવી ભારે મશીનરીનું ઉત્પાદન કરતા પુણે સ્થિત બિઝનેસ ગ્રૂપ પર દરોડા પાડીને રૂ. ૨૦૦ કરોડથી વધુની અઘોષિત આવક શોધી કાઢી છે.

આ અંતર્ગત ૧૧ નવેમ્બરે સાત શહેરોમાં ૨૫ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આવકવેરા વિભાગે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં સ્થિત ત્રણ અલગ-અલગ રિયલ એસ્ટેટ બિઝનેસ જૂથો પર દરોડા પાડીને રૂ. ૭૫ કરોડની અઘોષિત આવક શોધી કાઢી છે, CBDTએ જણાવ્યું હતું. ૧૦ નવેમ્બરે વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, વિજિયાનગરમ અને શ્રીકાકુલમમાં ૩૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

(10:29 am IST)