Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

અમેરિકાએ જાહેર કરી એડવાઈઝરીઃ ભારતમાં હવે કોરોનાનો ખતરો નહિવત

નવી દિલ્હી તા. ૧૭ : હવે ભારતમાં કોરોનાનું જોખમખૂબ જ ઘટી ગયું છે. દરરોજ હવેઓછા નવા કેસ નોંધાઈ રહ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ એ માહિતી આપી છે કે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ પણ ભારતમાં કોવિડનું જોખમ સ્તર ૧ તરીકે નોંધ્યું છે, જે ખૂબ ઓછું છે.

અમેરિકાએ ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કેજો તમને FDA માન્ય રસીના બંને ડોઝ મળ્યા છે, તો તમારામાં કોરોના વાયરસના ચેપનું જોખમ ઘણું ઓછું છે. CDCના જણાવ્યા મુજબ,જણાવે છેભારત જનારા પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ માહિતી - તમારે ખાતરી કરવી જોઈએ કે તમે ભારતની મુસાફરી કરતા પહેલા સંપૂર્ણ રસી લગાવી દીધી છે. ભારતમાં તમારે માસ્ક પહેરવા જેવા ઉપાયો અપનાવવા જોઈએ.

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને હરાવવા માટે ૧૬ જાન્યુઆરીથી એક મોટું રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે જ સમયે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં આપવામાં આવેલી કોવિડ -૧૯ રસીઓનો ડોઝ બુધવારે ૧૧૩.૬૧ કરોડને વટાવી ગયો છે.

(10:53 am IST)