Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ચીનમાં ફરીથી ભયાનક રોગચાળો ફેલાઈ શકે છે : વૈજ્ઞાનિકોને પશુ-પક્ષી બજારમાંથી ૧૮ વધુ ખતરનાક વાયરસ મળ્યા; મનુષ્યો માટે ખૂબ જોખમી

વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે વુહાન સીફૂડ માર્કેટમાંથી ૧૮ એવા પ્રાણીઓની ઓળખ કરી છે જે મનુષ્યો અને ઘરેલું પ્રાણીઓ માટે મહત્તમ જોખમ ધરાવે છે.  વૈજ્ઞાનિકોએ ૧૭૨૫ જંગલી પ્રાણીઓનું એનાલિસિસ કર્યું હતું. કોરોના વાયરસ વુહાનના સી ફૂડ માર્કેટથી ફેલાયેલ, જેનાથી ૨૫.૩૮ કરોડ લોકો સંક્રમિત થયા,જ્યારે ૫૧ લાખ લોકોએ જીવ ગુમાવ્યો. ચીન, યુએસ, બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ એવો દાવો કર્યો છે કે ચીનમાં સામાન્ય રીતે શિકાર કરવામાં આવતા અથવા વિદેશી ખોરાક તરીકે ખાવામાં આવતા -ાણીઓમાં આ વાયરસ મળ્યા છે.

(12:20 pm IST)