Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

સુટ-શેરવાની માટે દરજીઓને ત્યાં વેઇટીંગ

લગ્નગાળો ફાટી નીકળ્યો

ગોરખપુર, તા.૧૭: જોરદાર લગ્નગાળામાં શુટ-શેરવાની માટે વરરાજા દરજીઓની દુકાનોના ચક્કર લગાવી રહ્યા છે તો દુલ્હનના લહંગા અને બ્લાઉઝ માટે દરજી દુકાનો પર ધક્કા મુક્કી જોવા મળી રહી છે. થોડા દિવસોના લગનગાળામાં અચાનક વધેલી માંગના કારણે દરજીઓ સમયસર ડીલીવરી માટે ચોખ્ખી ના પાડી રહ્યા છે. તો બીજી બાજુ ચુંટણીના કારણે નેતાઓ પણ બંડી, કુર્તા-પાયજામા સીવડાવવા માટે પરેશાન દેખાઇ રહ્યા છે.

દુલ્હા-દુલ્હનના શુટ-શેરવાની અને લહંગા-બ્લાઉઝ માટે આમ તો રેડીમેડમાં ઘણી વેરાયટીઓ મળે છે પણ હજુ પણ લોકો સીવડાવેલા કપડા વધુ પસંદ કરે છે. અચાનક વધેલી માંગથી દરજીઓ પર પરેશાન છે. મંગલમ ટાવરમાં મટકુ ટેલર્સના માલિક આફતાબ આલમનું કહેવું છે કે કારીગરોની સંખ્યા વધાર્યા પછી પણ સમયસર ડીલીવરી આપવી મુશ્કેલ છે. આ વખતે શુભ મુરત બહુ ઓછા છે એટલે માંગ ઘણી વધી ગઇ છે.

તો ઇસ્માઇલ ટેલર્સના માલિક પરવેઝનું કહેવું છે કે કોરોનાના કારણે કેન્સલ થયેલ લગ્નો પણ આ સીઝનમાં થઇ રહ્યા છે. સામાન્ય કરતા લગભગ ડબલ લગ્ન આ વખતે છે. ડબલ ક્ષમતાથી સીલાઇ કરવા છતાં પણ ડીલીવરી આપવી અઘરી થઇ રહી છે.

બંપર લગનગાળો જોતા કારીગરોએ મજૂરી વધારી દીધી છે. સુટની સીલાઇ ૩૦૦૦ થી ૩૪૦૦ રૂપિયા થઇ ગઇ છે જે ગયા વર્ષે ૨૩૦૦ થી ૨૫૦૦ હતી. પરવેઝનું કહેવું છે કે કારીગરોએ મહેનતાણું વધારી દેતા સીલાઇ વધારવી પડી છે.

લગ્નની સાથે સાથે ચુંટણીની પણ સીઝન ચાલી રહી છે. એટલે નેતાઓના કુર્તા-પાયજામા અને બંડીની પણ જોરદાર માંગ છે, આફતાબ આલમનું કહેવું છે કે વિભીન્ન રાજકીય પક્ષોના નેતાઓ બંડી, કુર્તા-પાયજામા સીવડાવવા માટે પરેશાન છે. સમયસર ડીલીવરી કરવી અઘરી થઇ રહી છે.

(12:21 pm IST)