Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

દિલ્હી એર પોલ્યુશન : ટીવી ઉપર થતી ડિબેટ્સ અન્ય પ્રદૂષણો કરતા પણ વધુ હાનિકારક : સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ એન.વી.રમના : કચરો બાળવાથી 10 ટકા પ્રદુષણ ફેલાય છે તેવા સોલિસિટર જનરલના મૌખિક નિવેદનને લઇ ટીવી ચેનલો ઉપર થઇ રહેલી ડિબેટથી ચીફ જસ્ટિસ નારાજ

ન્યુદિલ્હી : દિલ્હી એર પોલ્યુશન મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અંતર્ગત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ટીવી પર ચાલી રહેલી ડિબેટ અંગે રાવ કરી હતી.તથા જણાવ્યું હતું કે કચરો બાળવાથી 10 ટકા પ્રદુષણ ફેલાય છે તેવા મારા મૌખિક નિવેદનને ધ્યાને લઇ ચેનલો દ્વારા મેં કોર્ટને ગેરમાર્ગે દોર્યાનો આક્ષેપ થઇ રહ્યો છે.

આથી જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે તમે અમને બિલકુલ ગેરમાર્ગે દોર્યા નથી. તમે કચરો બાળવાથી 10 ટકા વાયુ પ્રદૂષણ ફેલાય છે તેવું મૌખિક જણાવ્યું હતું પરંતુ એફિડેવિટમાં નિર્દેશ કરવામાં આવ્યો હતો કે તે 30 થી 40 ટકા છે.

આના પર જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે પણ કહ્યું હતું કે અમને જરાય ગેરમાર્ગે દોરવામાં આવ્યા ન હતા. આ પ્રકારની ટીકાઓ થતી રહે છે. આપણો  અંતરાત્મા સ્પષ્ટ છે અને આપણે સમાજના ભલા માટે કામ કરીએ છીએ."
ટીવીમાં થતી ચર્ચાઓ અન્ય પ્રદૂષણો કરતાં વધુ પ્રદૂષણ પેદા કરી રહી છે. દરેકનો પોતાનો એજન્ડા હોય છે. તેઓ કંઈ સમજતા નથી."તેવી ટકોર કરી હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:50 pm IST)