Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

સાઉથ સુપરસ્ટાર પુનીતને મરણોપરાંત 'કર્ણાટક રત્ન' આપવાની જાહેરાત

કન્નડ ફિલ્મો પર રાજ કરનારા

નવીદિલ્હીઃ કર્ણાટક સરકારે મંગળવરા દિગંવત એકટર પુનીત રાજકુમારને મરણોપરાંત કર્ણાટક રત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. પુનીત રાજ્યનો સર્વોચ્ચ નાગરિક સન્માન મેળનારા ૧૦માં વ્યકિત હશે. અંતિમ વખત ૨૦૦૯માં ડો. વીરેન્દ્ર હેગડેને સમાજસેવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. પુનીત રાજકુમારનું ૪૬ વર્ષની વયે ૨૯ ઓકટોબરે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું.

કર્ણાટકના મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈએ આ જાહેરાત કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી થયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ 'પુનીત નામના' દરમિયાન કરી. કન્નડ સિનેમા પર રાજ કરનાર પુનીત, ડો. રાજકુમારના પાંચ બાળકોમાં સૌથી નાના હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે અનેક લોકો સાથે ચર્ચા પછી મેં પુનીત રાજકુમારને મરણોપરાંત કર્ણાટક રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.

પુનીતના નિધન પછી તેમને મરણોપરાંત પદ્મ શ્રી પુરસ્કાર આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ સમારંભમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને સિદ્ધારમૈયા, બોમ્મઈના કેબિનેટ સહયોગી, રાજ્ય કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમાર, કન્નડ અને દક્ષિણ ભારતીય ફિલ્મી હસ્તિયાં સામેલ હતી.

(1:12 pm IST)