Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

દિલ્‍હીમાં પ્રદુષણ મામલે કેન્‍દ્ર સરકાર પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના પક્ષમાં નથીઃ અન્‍ય વૈકલ્‍પિક ઉપાય તરફ નજર

કાર પુલિંગ-બિનજરૂરી ટ્રકોનો પ્રવેશ રોકવા વિચારણા

નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણ એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે. જોકે, કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીોને વર્ક ફ્રૉમ હોમના પક્ષમાં નથી. કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યુ કે વર્ક ફ્રૉમ હોમની જગ્યાએ કાર પુલિંગ, બિન જરૂરી ટ્રકોના પ્રવેશ રોકવા જેવા અન્ય વેકલ્પિક ઉપાય અપનાવીશુ જેથી રસ્તા પર ચાલતી ગાડીઓની સંખ્યામાં ઘટાડો થઇ શકે. સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા એફિડેવિટમાં કેન્દ્ર સરકારે જણાવ્યુ કે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોની સંખ્યા નવી દિલ્હીમાં કુલ વાહનોનો એક નાનો ભાગ છે અને તેમને રોકવાથી દિલ્હીની વાયુ ગુણવત્તામાં સુધારની દિશામાં વધુ પ્રભાવ નહી પડે.

પ્રદૂષણ પર સુનાવણી પહેલા, પંજાબે કોર્ટમાં કહ્યુ કે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે MSPને પ્રતિ ક્વિન્ટલ 100 રૂપિયા વધારવા જોઇએ પણ કેન્દ્ર આવુ નથી કરી રહ્યુ. હરિયાણાએ કહ્યુ કે તે પરાળી સળગાવવા પર રોક લગાવવા માંગે છે, કેટલાક થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારને કડક પગલા ભરવા કહ્યુ હતુ.

દિલ્હી-NCRમાં આગામી આદેશ સુધી સ્કૂલ-કોલેજ બંધ

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટની વર્ચુઅલ બેઠકમાં ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયના સચિવ આરપી ગુપ્તા, કમીશનના ચેરમેન એમએમ કુટ્ટી, હરિયાણાના મુખ્ય સચિવ, ડીજીપી પ્રશાંત અગ્રવાલ, રાજસ્થાનના મુખ્ય સચિવ, યુપીના મુખ્ય સચિવ, દિલ્હી સરકારના પીડબલ્યુડી, યુડી, ટ્રાન્સપોર્ટ અને ઇન્ડસ્ટ્રીના અધિકારી હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઔધોગિક પ્રદૂષણ, વાહનોથી થતુ પ્રદૂષણ, નિર્માણ કાર્ય અને તોડફોડથી થતુ પ્રદૂષણ અને પાવર પ્લાન્ટથી નીકળતા ધુમાડા પર વાત થઇ હતી. આ સિવાય બેઠકમાં ગાઇડલાઇન્સ પર ચર્ચા થઇ હતી. આ વાત પર પણ ચર્ચા થઇ હતી કે ગાઇડલાઇન્સનું કડકાઇથી પાલન કરવામાં નથી આવી રહ્યુ.

DTC, મેટ્રોમાં ઉભા થઇને મુસાફરી કરવાનો પ્રસ્તાવ

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટને ડીટીસી, કલસ્ટર બસ અને મેટ્રો ટ્રેનમાં મુસાફરોને ઉભા થઇને યાત્રા કરવાની પરવાનગી આપવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવમાં તેમણે બસોની ફ્રિકવન્સી વધારવા માટે ખાનગી બસોને ભાડા પર લેવાની વાત પણ કરી છે. મહત્વપૂર્ણ છે કે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણને લઇને બસમાં ઉભા થઇને મુસાફરી કરવાની પરવાનગી નથી. કોરોનાના કેસ ઓછા થવાની સાથે શરૂઆતમાં 50 ટકા ક્ષમતા સાથે જ યાત્રા કરવાની પરવાનગી હતી જે બાદમાં વધારીને 100 ટકા કરી દેવામાં આવી છે.

(4:27 pm IST)