Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ટીવી ડિબેટ્સથી ફેલાઇ રહ્યુ છે સૌથી વધુ પ્રદૂષણ:દિલ્હીના વાયુ પ્રદુષણ પરની રસપ્રદ ચર્ચામાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

સ્ટાર હોટલોમાં બેસીને પરાળી સળગાવવાને લઇને નિવેદન આપવાવાળાને ઝાટક્યા : કોર્ટે પ્રદૂષણ સામે લડવા માટે પગલા ના ભરવા પર સરકાર અને નોકરશાહોને સલાહ આપી

નવી દિલ્હી : દિલ્હી અને આસપાસના શહેરોમાં ફેલાયેલા વાયુ પ્રદૂષણ સામે લડવાના ઉપાયોને લઇ સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી દરમિયાન રસપ્રદ ચર્ચા જોવા મળી હતી.

સુપ્રીમ કોર્ટની બેંચે સુનાવણી દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર પર કટાક્ષ કર્યો હતો, આ સિવાય ટીવી મીડિયા પર પણ પ્રહાર કર્યા હતા. કોર્ટે પ્રદૂષણ સામે લડવા માટે પગલા ના ભરવા પર સરકાર અને નોકરશાહોને સલાહ આપી હતી. આ સિવાય કોર્ટે ટિકાકારો પર કટાક્ષ કરતા કહ્યુ કે તે સ્ટાર હોટલોમાં બેસીને પરાળી સળગાવવાને લઇને નિવેદન આપતા રહ્યા છે.

ચીફ જસ્ટિસ એનવી રમન્નાની આગેવાનીમાં બેંચે કોઇ યોગ્ય પગલા ના ભરવાને લઇ સંસ્થાની ટિકા કરનારાઓ પર પણ પ્રહાર કર્યા હતા. કોર્ટે કહ્યુ કે ટીવી પર થતી ડિબેટ્સથી કોઇને પણ વધુ પ્રદૂષણ થાય છે. આ મામલે કોર્ટે હવે બુધવારે સુનાવણીનો નિર્ણય કર્યો છએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નૌકરશાહી પુરી રીતે શિથિલ થઇ ગઇ છે. પાણીની ડોલ અથવા પછી સ્પ્રિંકલર્સના ઉપયોગ માટે પણ આપણે જ કહેવાનુ છે.
તમારા બધાનું કહેવુ છે કે વાહનોને કારણે મુખ્ય રીતે પ્રદૂષણ ફેલાઇ રહ્યુ છે પરંતુ હજુ પણ દિલ્હીમાં મોટા પાયા પર ઇંધણથી કાર ચાલી રહી છે. જેની પર રોક કોણ લગાવશે. દિલ્હી સરકારનું કહેવુ છે કે તેમની પર રોક લગાવવા અને વર્ક ફ્રૉમ હોમનો ત્યાર સુધી કોઇ ફાયદો નથી જ્યાર સુધી બીજા રાજ્ય પગલા નથી ભરતા.અમને આશા છે કે પેનલ તરફથી આ વિશે જલ્દી કોઇ પ્લાન આપવામાં આવશે.
કેટલીક જવાબદારી પણ લોકો અને સંસ્થાઓએ ઉઠાવવી જોઇએ. દરેક વસ્તુ કોર્ટના નિર્ણયથી નથી થઇ શકતી. અંતે દિલ્હીમાં દિવાળી બાદ પણ 10 દિવસ સુધી ફટાકડા ફોડવાનું કારણ શું હતું

(6:55 pm IST)