Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કોરોનાની રસી નહીં લેનારને રેશનિંગ નહીં આપવા નિર્ણય

કોરોનાને નાથવા કમર કસતી મધ્યપ્રદેશ સરકાર : આ નિર્ણય ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે, જેથી જે લોકોએ રસી નથી મુકાવી તેમને સમય મળી રહે

ભોપાલ, તા.૧૭ : કોરોના સામેની લડાઈમાં વેક્સીનેશનનુ મહત્વ ગણુ વધી ગયુ છે.કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સીનનો વ્યાપ વધારવાની જરુર છે ત્યારે મધ્યપ્રદેશે  કોરોના વેક્સીન નહીં લગાવનારાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે આદેશ કર્યો છે કે, રાજ્યમાં રેશનિંગનુ અનાજ લોકોને અપાશે જે રસી લઈ ચુકયા છે.

વેક્સીન વગર અનાજ નહીં આપવામાં આવે. નિર્ણય ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે.જેથી જે લોકોએ રસી નથી મુકાવી તેમને સમય મળી રહે. સરકાર દ્વારા વેક્સીન લેવા માટે જન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે.દરમિયાન સરકારે અનાજ નહીં આપવાની જાહેરાત કર્યા બાદ તેની અસર  દેખાવાની શરુ થઈ ગઈ છે.લોકો રસી લેવા માટે હેલ્થ સેન્ટરો પર પહોંચી રહ્યા છે. મધ્યપ્રદેશમાં .૧૫ કરોડ પરિવારોને .૯૦ કરોડ લોકો રેશનિંગની દુકાનોમાંથી અનાજ ખરીદે છે.બીજી તરફ . કરોડ લોકો એવા છે જેમણે હજી સુધી વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી.

(7:25 pm IST)