Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

મહારાષ્ટ્રના ચંદ્રપુર, ઔરંગાબાદ, સાતારામાં કલમ 144 લાગુ, અમરાવતીમાંછૂટછાટ :ઈન્ટનેટ બંધ : પૂર્વ રાજ્ય મંત્રી સહિત ભાજપના 10 નેતાની ધરપકડ

ચંદ્રપુરમાં 30 નવેમ્બર સુધી અને સતારામાં 22 નવેમ્બર સુધી કલમ 144 લાગુ : કોઈપણ પ્રકારની સભા યોજવા અને મોરચો કાઢવા પર પ્રતિબંધ

મુંબઈ :બાંગ્લાદેશમાં મંદિરોમાંતોડફોડ અને હિંદુઓ પરના હુમલા સામે ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એવી અફવા ફેલાઈ હતી કે ત્યાં મસ્જિદો સળગાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના નાંદેડ, માલેગાંવ, અમરાવતી જેવા જિલ્લાઓમાં ફાટી નીકળેલી હિંસક ઘટનાઓમાં તેની અસર જોવા મળી હતી

 વિરોધમાં ભાજપે શનિવારે અમરાવતી બંધનું એલાન આપ્યું હતું. અમરાવતી બંધ દરમિયાન હિંસા પણ થઈ હતી. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને અને કોઈપણ સંભવિત હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના ચંદ્રપુર, સતારા અને ઔરંગાબાદમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ચંદ્રપુરમાં 30 નવેમ્બર સુધી અને સતારામાં 22 નવેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈપણ પ્રકારની સભા યોજવા અને મોરચો કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અકોલામાં પણ આજથી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. એક જગ્યાએ 4થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં.

અમરાવતીમાં પણ કર્ફ્યુ શનિવાર સુધી લંબાવવામાં આવ્યો છે. પરંતુ આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા પણ આજ (17 નવેમ્બર, બુધવાર) સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. ભાજપ તેનો વિરોધ કરી રહ્યું છે. આ અંતર્ગત આજે પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય પ્રવીણ પોટે સહિત ભાજપના 10 નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ પહેલા ભાજપના નેતા પ્રવીણ પોટેએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓની પરીક્ષા તેમના માથા પર છે. આવા સમયે અમરાવતીમાં ઈન્ટરનેટ બંધ છે. કર્ફ્યુ લાગુ છે, આ કોઈ કાશ્મીર નથી. સત્તાધારી મહા વિકાસ આઘાડી સરકારના નેતાઓએ અમરાવતી બંધ દરમિયાન થયેલી હિંસા માટે ભાજપ અને બજરંગ દળ જેવા સંગઠનોને જવાબદાર ઠેરવ્યા છે.

(8:44 pm IST)