Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ન્યૂઝિલેન્ડ સામે પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટે શાનદાર વિજય: સૂર્યકુમારે 62 રન ઝૂડ્યા

કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમારની જબરદસ્ત ઇનિંગ : છેલ્લી ઓવર સુધી મેચ રોમાંચક બન્યો

મુંબઈ :ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20I સિરીઝની શરુઆત થઇ છે. જયપુરમાં  રમાયેલી પ્રથમ ટી20 મેચ ભારતે શાનદાર રીતે જીતી લીધી હતી. મેચ અંતમાં રોમાંચક સ્થિતીમાં પહોંચી હતી. ભારતે રન ચેઝ કરવાની રણનીતી ટોસ જીતીને અપનાવી હતી. જેમાં ભારતીય ટીમને સફળતા મળી હતી. ન્યુઝીલેન્ડની ટીમે 6 વિકેટે 164 રન કર્યા હતા. જે પડકારને કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમારની જબરદસ્ત રમત વડે આસાનીથી પાર કરી લેવાયો હતો.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા એ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ કિવી ટીમે ટોસ હારીને બેટીંગની શરુઆત કરી હતી. ન્યુઝીલેન્ડની ટીમની ઓપનીંગ જોડી તૂટ્યા બાદ પણ માર્ટિન ગુપ્ટીલ અને માર્ક ચૈપમેને અર્ધશતક નોંધાવી સાથે 109 રનની ભાગીદારી રમત રમી હતી. બંનેની રમતે કિવી ટીમે ભારત સામે પડકાર જનક સ્કોર ખડક્યો હતો. જોકે તેમના બોલરો સ્કોરને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 2 મહત્વની વિકેટ ઝડપી ને કિવી ટીમને નિયંત્રણમાં રાખવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે 23 રન આપ્યા હતા. ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે ઓપનીંગ જોડીને પ્રથમ ઓવરમાં જ તોડી દીધી હતી. દિપક ચાહરે 4 ઓવરમાં 42 રન લુટાવ્યા હતા અને બદલામાં એક વિકેટ મેળવી હતી. સિરાજે એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. પરંતુ તેને વિકેટ મળી શકી નહોતી.

(10:54 pm IST)