Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

આ ચોમાસે માઠી દશા ? ભયજનક અલ નીનોનું ફરી આગમન : ૨૦૨૩માં ભારતમાં ચોમાસું સરેરાશથી ઓછું રહેવાની સંભાવના

પ્રારંભિક કલાઈમેટ પેટર્ન અને પ્રોજેક્શન ભારતમાં આ વર્ષે અત્યંત નબળું ચોમાસું સૂચવે છે.

નવી દિલ્હી :  આ વર્ષે, ૨૦૨૩માં, ભારતમાં ચોમાસું સરેરાશથી ઓછું રહેવાની સંભાવના: આ વર્ષે ખતરનાક અલ નિનોનું આગમન થઈ રહ્યું છે ત્યારે પ્રારંભિક કલાઈમેટ પેટર્ન અને પ્રોજેક્શન ભારતમાં આ વર્ષે અત્યંત નબળું ચોમાસું સૂચવે છે.

  અગાઉ  દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય) ચોમાસાનો વરસાદ ૨૦૧૪ માં મધ્યમ દુષ્કાળ તરફ અને ૨૦૧૮ માં લગભગ દુષ્કાળની નજીક રહેલ. ભારતીય હવામાન ખાતુ ૨૦૨૩ માટે એપ્રિલ મહિનામાં ચોમાસાનું પ્રથમ અનુમાન જાહેર કરશે: ન્યૂઝફર્સ્ટ

(11:54 pm IST)