Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

નેપાળ વિમાન દુર્ઘટનામાં ગાઝીપુરના મૃતકના પરિવારને 5 લાખની આર્થિક સહાયની યોગી આદિત્યનાથની જાહેરાત

રાજ્ય સરકારને મૃતદેહો લાવવામાં થનાર ખર્ચ ઉઠાવવા પણ સૂચના :ગાઝીપુરના રહેવાસી સોનુ જયસ્વાલ, અનિલ રાજભર, અભિષેક કુશવાહા અને વિશાલ શર્મા 15 જાન્યુઆરીએ નેપાળમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા:આ તમામ મિત્રો હતા અને 12 જાન્યુઆરીએ નેપાળ ફરવા ગયા હતા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નેપાળ વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી યોગીએ ગાઝીપુરના મૃતક રહેવાસીઓના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય સરકારને મૃતદેહો લાવવામાં થનાર ખર્ચ ઉઠાવવા પણ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  મૃતકનો પરિવાર મૃતદેહને (CM Yogiannounced compensation )એકત્ર કરવા માટે નેપાળ પહોંચી ગયો છે, જેની ઓળખ ડીએનએ પરીક્ષણ દ્વારા કરવામાં આવશે. નોંધનીય છે કે ગાઝીપુરના રહેવાસી સોનુ જયસ્વાલ, અનિલ રાજભર, અભિષેક કુશવાહા અને વિશાલ શર્મા 15 જાન્યુઆરીએ નેપાળમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા હતા. આ તમામ મિત્રો હતા અને 12 જાન્યુઆરીએ નેપાળ ફરવા ગયા હતા.

નેપાળના પોખરામાં વિમાન દુર્ઘટનામાં70 લોકોએ જીવ ગુમાવ્યા છે. જીવ ગુમાવનારાઓમાં 5 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. આ વિમાન દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના ગાઝીપુરના 4 યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ ચારેય યુવકોના મૃતદેહોને એકત્ર કરવા સંબંધીઓ નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચી ગયા છે. મૃતદેહોનું ડીએનએ પરીક્ષણ કાઠમંડુમાં કરવામાં આવશે. એક નિવૃત કાનુનગો પણ પરિવારના સભ્યો સાથે ઘટનાસ્થળે ગયા છે.નેપાળની યતી એરલાઈન્સનું 72 સીટર પ્લેન કાઠમંડુથી 205 કિમી દૂર પોખરામાં ક્રેશ થયું હતું. લેન્ડિંગની માત્ર 10 સેકન્ડ પહેલાં પ્લેન એક પહાડી સાથે અથડાયું, ત્યારબાદ પ્લેનમાં આગ લાગી અને તે ખાઈમાં પડી ગયું. નેપાળ આર્મી દ્વારા એરલાઈન્સના એરક્રાફ્ટનું બ્લેક બોક્સ સિવિલ એવિએશન ઓથોરિટીના અધિકારીઓને સોંપવામાં આવ્યું છે.

(1:12 am IST)