Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ભારતની ૮૧ ટકા મહિલાઓને નથી લેવો ‘પરણવાનો સ્‍વાદ': સિંગલ રહેવાનું કરે છે પસંદ

ભારતમાં લગ્નને લઈને ડેટિંગ એપ Bumbleએ હાલમાં એક સર્વે જાહેર કર્યો ૩૯% લોકો પર પરિવારજનો કરે છે લગ્નનું દબાણ

મુંબઇ, તા.૧૮: ભારતમાં લગ્ન અને રિલેશનશિપને લઈને કરવામાં આવેલ સર્વેનાં આંકડા સામે આવ્‍યાં છે. આ સર્વે લગ્ન અને રિલેશનશિપ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્‍નોને લઈને કરવામાં આવ્‍યો હતો જે એક ડેટિંગ એપ બંબલ Bumble દ્વારા કરવામાં આવ્‍યો છે. બંબલનાં અધ્‍યયન મુજબ ૫માંથી આશરે ૨ (૩૯%) ડેટિંગ કરતી ભારતીયોનું માનવું છે કે તેમના પરિવારજનો તેમને લગ્નની સીઝન દરમિયાન પાત્ર શોધવાનું કે લગ્ન કરવાનું કહેતા રહે છે.

સર્વે દરમિયાન પૂછવામાં આવ્‍યું કે તેઓ કયારે લગ્ન કરવા ઈચ્‍છે છે? આ પ્રશ્‍નો પર ૩૯% લોકોએ કહ્યું કે તેઓ દબાણ અનુભવી રહ્યાં છે. ભારતમાં થનારાં લગ્નની સીઝન દરમિયાન સર્વેક્ષણમાં શામેલ અવિવાહિત ભારતીયોમાંથી લગભગ ૩૩% લોકોનું કહેવું છે કે એક પ્રતિબદ્ધ, લોન્‍ગટર્મ સંબંધમાં પ્રવેશ કરવા માટે તેઓ દબાણનો અનુભવ કરે છે. તેમનું કહેવું છે કે લાંબા સમય માટે ચાલનારાં લગ્નનાં સંબંધમાં જોડાવા માટે તેઓ મજબૂર થઈ રહ્યાં છે.

એક રિપોર્ટ અનુસાર ડેટિંગ એપ બંબલે જણાવ્‍યું કે ભારતમાં ૮૧% મહિલાઓનું કહેવું છે કે તેઓ અવિવાહિત રહેવા અને એકલા રહેવામાં વધુ ખુશ અને આરામદાયક અનુભવ કરે છે. ૮૧% મહિલાઓનું કહેવું છે કે સિંગલ રહેવામાં જ તેઓ સૂકુન અનુભવે છે. ૬૩% લોકોનું કહેવું છે કે તેઓ પ્રાથમિકતાઓ, જરૂરિયાતો અને આવશ્‍યકતાઓની આગળ નમશે નહીં. એક સર્વે અનુસાર ૮૩% મહિલાઓનું કહેવું છે કે તેઓ ત્‍યાં સુધી રાહ જોશે જ્‍યાં સુધી તેમને કોઈ યોગ્‍ય વ્‍યક્‍તિ નથી મળતી

(10:20 am IST)