Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સસ્‍તી થઈ હવાઈ યાત્રાઃ માત્ર ૧૧૯૯માં દેશભરમાં ઉડો

જો તમે પણ મોંઘી એર ટિકિટથી પરેશાન છો તો હવે તમારે ટેન્‍શન લેવાની બિલકુલ જરૂર નથી : ગો ફર્સ્‍ટ ઓફર ખાસ ઓફરઃ ડોમેસ્‍ટિક ટિકિટની સાથે સાથે ઇન્‍ટરનેશનલ ટિકિટ પણ સસ્‍તામાં મળી રહી છે

મુંબઇ, તા.૧૮: જો તમે પણ મોંઘી એર ટિકિટથી પરેશાન છો તો હવે તમારે ટેન્‍શન લેવાની બિલકુલ જરૂર નથી. ઈન્‍ડિયન એરલાઈન્‍સ કંપની ગો ફર્સ્‍ટ ઓફર ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમે માત્ર રૂ.૧૧૯૯માં તમારી એર ટિકિટ બુક કરાવી શકો છો. ડોમેસ્‍ટિક ટિકિટની સાથે સાથે ઇન્‍ટરનેશનલ ટિકિટ પણ સસ્‍તામાં મળી રહી છે.

Go Firstએ ઓફિશિયલ ટ્‍વીટમાં લખ્‍યું છે કે હવે તમે માત્ર રૂ.૧૧૯૯માં ડોમેસ્‍ટિક હવાઈ મુસાફરી કરી શકશો. આ સાથે, તમારે આંતરરાષ્‍ટ્રીય મુસાફરી માટે ૬૫૯૯ રૂપિયા ખર્ચવા પડશે. ઈન્‍ડિયન એરલાઈન તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમે સસ્‍તામાં હવાઈ મુસાફરી કરી શકો છો.

તમને જણાવી દઈએ કે કંપનીની આ ઓફરમાં તમને ફ્રી રિશેડ્‍યુલિંગની સુવિધા મળી રહી છે. આ સાથે જ તમને ફ્રી કેન્‍સલેશનનો લાભ પણ મળશે એટલે કે જો તમે ટિકિટ કેન્‍સલ કરાવો છો તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

ગો ફર્સ્‍ટના આ સેલમાં ૧ મિલિયનથી વધુ સીટો ઉપલબ્‍ધ હશે, જેના માટે તમે બુક કરી શકો છો. તમે આ સેલમાં ૧૬ જાન્‍યુઆરીથી ૧૯ જાન્‍યુઆરી ૨૦૨૩ સુધી બુક કરી શકો છો. આ સાથે, જો આપણે મુસાફરીના સમયગાળા વિશે વાત કરીએ, તો તમે ૪ ફેબ્રુઆરીથી ૩૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૩ સુધી મુસાફરી કરી શકો છો. તમે આવનારા ૮ મહિના માટે ટિકિટ બુક કરાવી શકો છો.

ગો ફર્સ્‍ટના ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર કૌશિક ખોનાએ માહિતી આપતાં જણાવ્‍યું હતું કે આ ઓફર દ્વારા કંપનીનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ગ્રાહકોને સસ્‍તી, આરામદાયક અને સુવિધાજનક હવાઈ મુસાફરી પૂરી પાડવાનો છે.

ઓફરની વધુ જાણકારી માટે તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ https://www.flygofirst.com/offers-and-promotions/travel-india-travel-sale/ ની મુલાકાત લઈ શકો છો. જ્‍યાં તમને આ ઓફર વિશેની બધી જ જાણકારી મળી  રહેશે.

(10:19 am IST)