Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

તાલિબાનની ક્રુરતાઃ ચોરીના આરોપમાં પહેલા કોરડા ફટકાર્યા પછી ચાર લોકોના હાથ કાપી નાખ્યા

સ્ટેડીયમમાં ભીડ વચ્ચે

કંદહાર, તા.૧૮: એક રિપોર્ટ અનુસાર, કંદહારના અહમદ શાહી સ્ટેડીયમમાં ચોરી અને લુંટના ૪ આરોપીઓને જાહેરમાં હાથ કાપી નાખવાની સજા તાલીબાનોએ આપી છે. પ્રોવીન્શીયલ ગવર્નરના પ્રવકતા હાજી ઝૈદે કહ્યું કે સજા દરમ્યાન સત્તાવાળાઓ અને લોકો ઉપસ્થિત હતા. ટોલો ન્યુઝ અનુસાર દોષિતોને ૩૫ થી ૪૦ વખત ઠપકો આપવામાં આવ્યો હતો.

ટોલો ન્યુઝના રીપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે કંદહારના અહમદશાહી સ્ટેડીયમમાં મંગળવારે ચોરી અને લુંટના ૯ આરોપીઓને સજા આપવામાં આવી હતી.

અફધાન રી સેટલમેન્ટ પ્રધાનના ભૂતપૂર્વ સલાહકાર શબનમ નાસીમીએ કહ્યું કે કંદહારના એક ફુટબોલ સ્ટેડીયમમાં તાલીબાનોએ ૪ લોકોના હાથ કાપી નાખ્યા હતા. તેણીએ ટવીટ કર્યુ, 'આજે કંદહારના એક ફુટબોલ સ્ટેડીયમમાં તાલીબાનોએ ચોરીના ૪ આરોપીઓના દર્શકોની હાજરીમાં હાથ કાપી નાખ્યા હતા. અફધાનિસ્તાનમાં યોગ્ય ન્યાયીક કાર્યવાહી કર્યા વગર લોકોને મારવામાં આવે છે, કાપવામાં આવે છે અને લટકાવી દેવામાં આવે છે. આ માનવ હક્કોનું ઉલ્લંઘન છે.'

ઓગષ્ટ ૨૦૨૧માં અમેરિકન દળો પાછા ખેંચાયા પછી ગયા વર્ષે ડીસેમ્બરમાં તાલીબાનોએ એક વ્યકિતને જાહેરમાં ફાંસી આપી હતી

(12:52 pm IST)