Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ત્રિપુરામાં ૧૬મીઍ અને મેઘાલય-નાગાલેન્ડમાં ૨૭મી ફેબ્રુઆરીઍ મતદાન

પૂર્વોત્તરના ૩ રાજ્યોમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાયુ : ત્રણેય રાજ્યોમાં ૨ માર્ચે મતગણતરી યોજાશેઃ ત્રણેય રાજ્યોમાં કુલ ૬૨.૮ લાખ મતદારો

નવી દિલ્હી તા.૧૮ઃ પૂર્વોત્તરમાં ૩ રાજ્યોમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકવામાં આવ્યુ છે. આજે બપોરે ચૂંટણી પંચે ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તારીખોનું ઍલાન કર્યુ હતુ. ઍલાન અનુસાર ત્રિપુરામાં ૧૬મી ફેબ્રુઆરીઍ તો મેઘાલય અને નાગાલેન્ડમાં ૨૭મી ફેબ્રુઆરીઍ મતદાન થશે. ત્રણેય રાજ્યોની મતગણતરી ૨ માર્ચના રોજ યોજવામાં આવશે.

ચૂંટણી પંચે જણાવ્યુ હતું કે, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની ૬૦-૬૦ બેઠકો માટે મતદાન યોજાશે. ત્રણેય રાજ્યોમાં ૨.૨૮ લાખ નવા મતદારો છે અને ત્રણેય રાજ્યોના કુલ મતદારોની સંખ્યા ૬૨.૮ લાખ હોવાનું ચૂંટણી પંચે જણાવ્યુ છે. ત્રણેય રાજ્યોમાં ૩૧.૪૭ લાખ મહિલા મતદારો છે જ્યારે ૯૭ હજાર મતદારો ૮૦ વર્ષની ઉપરના છે.

ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યુ હતું કે, નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ અનુક્રમે ૧૨ માર્ચ, ૧૫ માર્ચ અને ૨૨ માર્ચે સમાપ્ત થાય છે. અત્રે ઍ નોîધનીય છે કે, ૨૦૧૮માં ત્રણેય રાજ્યોમાં બે તબક્કે ચૂંટણી યોજવામાં આવી હતી. ત્રણેય રાજ્યોમાં ૬૦-૬૦ બેઠકો માટે મતદાન યોજાશે જેમાં કોઇપણ પક્ષને બહુમતી માટે ૩૧ બેઠકો જીતવી જરૂરી છે. ચૂંટણી કમિશનરે જણાવ્યુ હતું કે, નાગાલેન્ડમાં ૨૩૧૫, મેઘાલયમાં ૩૪૮૨ અને ત્રિપુરામાં ૩૩૨૮ બુથ ઉભા કરવામાં આવ્યા છે.

(3:16 pm IST)