Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ચાલુ વર્ષે વિશ્વને ભરડો લેશે મંદીનો રાક્ષસ

કાળઝાળ મોંઘવારી માટે તૈયાર રહો : વર્લ્‍ડ ઇકોનોમિક ફોરમે વ્‍યકત કરી ચિંતા : યુરોપ - અમેરિકામાં વિકાસની સંભાવના પણ ઓછી

નવી દિલ્‍હી તા. ૧૮ : વર્લ્‍ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક ચાલુ છે. આ બધાની વચ્‍ચે વિશ્વભરમાં ચિંતા વધારતા અહેવાલો છે. આ ઉપરાંત અમેરિકા અને યુરોપમાં પણ નાણાકીય તંગીના આસાર છે. સાથે જ જાણકારો વચ્‍ચે તે પણ કહેવાય રહ્યું છે કે, યુરોપ અને અમેરિકામાં વિકાસની સંભાવનાઓ ઓછી છે. ચાલુ વર્ષે મોંઘવારીનો રાક્ષસ ધુણશે. કાળઝાળ મોંઘવારી માટે તૈયાર રહેવાની સંભાવના વ્‍યકત કરવામાં આવી છે.

WEFના મુખ્‍ય અર્થશાષાી ૨૦૨૩માં મંદીની આશંકા વ્‍યકત કરી રહ્યા છે. ચીફ ઇકોનોમીટસ આઉટલુક જાન્‍યુઆરી ૨૦૨૩માં આ વાતનો ખુલાસો થયો છે. WEFના જણાવ્‍યા મુજબ અંદાજે બે તૃતીયાંશ મુખ્‍ય અર્થશાષાીઓનું માનવું છે કે, ૨૦૨૩માં વૈશ્વિક મંદીની આશંકા છે. તેમાંથી ૧૮ ટકા તેની સૌથી વધુ આશંકા વ્‍યકત કરી રહ્યા છે.

ફોરમના જણાવ્‍યા મુજબ ૨૦૨૩માં વિકાસની સંભાવનાઓ ઓછી છે. તેમાં યુરોપ અને અમેરિકામાં સ્‍થિતિ વધુ ખરાબ છે. ચીન અંગે જાણકારોના મંતવ્‍ય અલગ-અલગ છે. વધુમાં જણાવ્‍યું છે કે, દેશમાં ભારે પ્રતિબંધોવાળી ઝીરો કોવિડ પોલીસીમાં છુટછાટના નિર્ણયથી કેસમાં વધારો થવાના એંધાણ છે. પરંતુ જોવાનું એ બાકી કહ્યું છે કે, નીતિમાં બદલાવ સ્‍વાસ્‍થ્‍યની દૃષ્‍ટિએ કેવું રહેશે. WEFના મુખ્‍ય અર્થશાષાીઓએ ૨૦૨૩માં ઉચ્‍ચ ફુગાવાની સંભાવનાઓ વ્‍યકત કરી છે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ ભારત નાના અને મધ્‍યમ ઉદ્યોગોના એકમોની ક્ષમતાઓને વિસ્‍તાર આપવા માટે ફૂડ સિસ્‍ટમ ડેવલોપર્સ કરતા દેશોમાં સામેલ થયું છે. WEF એ જાહેર કરેલા એક રીપોર્ટમાં આ સર્વે રજુ કર્યો છે. મંચની ૫૩મી વાર્ષિક બેઠકના પ્રથમ દિવસે જાહેર કરેલા રીપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે, ખાદ્યાન સંકટને પહોંચી વળવામાં સક્ષમ થઇ ચુકેલા દેશ રોજગાર, સ્‍વાસ્‍થ્‍ય અને પ્રકૃતિમાં પણ ઉછાળો મેળવી શકે છે. આ ઉપરાંત તેને શુધ્‍ધ - શૂન્‍ય ઉત્‍સર્જન લક્ષ્યોને પ્રાપ્‍ત કરવામાં સરળતા રહેશે.

(3:17 pm IST)