Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પંજાબમાં હથિયાર લઈ જતા પાકિસ્તાની ડ્રોનને બીએસએફએ તોડી પાડ્યું

મોટું આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ : ચીની બનાવટની પિસ્તોલ, ૮ મેગેઝીન અને ૪૭ કારતૂસ મળ્યા

ચંદીગઢ,તા.૧૮ : પંજાબના ગુરદાસપુરમાં ગ્લ્જ્એ તસ્કરોની યોજનાને નિષ્ફળ બનાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ૧૭-૧૮ જાન્યુઆરીની રાત્રે ગ્લ્જ્એ ગુરદાસપુરના ઉંચા ટકલા ગામમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. સુરક્ષા દળોની ટીમે ડ્રોનમાંથી ૪ ચીની બનાવટની પિસ્તોલ, ૮ મેગેઝીન અને ૪૭ કારતૂસ જપ્ત કર્યા છે.

 ગ્લ્જ્એ જણાવ્યું કે, ૧૭-૧૮ જાન્યુઆરીના રોજ ગુરદાસપુરના ઉંચા ટકલા ગામની સીમમાં તૈનાત બીએસએફની ટીમે પાકિસ્તાન તરફથી આવતા એક શંકાસ્પદ ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. બીએસએફની ટીમે ઝડપી કાર્યવાહી કરતા શંકાસ્પદ ડ્રોનના અવાજની દિશામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન પાર્ટીએ નજીકના વિસ્તારમાં કંઈક પડવાનો અવાજ પણ સાંભળ્યો હતો. જ્યારે તેઓએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે એક પેકેટમાં ૪ ચાઈનીઝ પિસ્તોલ, ૮ મેગેઝીન એક પેકેટમાં બાંધેલા મળી આવ્યા હતા.

 ગ્લ્જ્ સેકટર ગુરદાસપુરના ઝ્રત્ઞ્ પ્રભાકર જોશીએ જણાવ્યું કે, ગ્લ્જ્ જવાનોએ ડ્રોનનો અવાજ સાંભળ્યો અને લગભગ ૧૭ રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ દરમિયાન ડ્રોનમાંથી કંઈક પડવાનો અવાજ સંભળાયો. ગ્લ્જ્એ જણાવ્યું કે, જ્યારે તલાશી લેવામાં આવી ત્યારે ૧ પેકેટ મળી આવ્યું હતું જેમાંથી ૪ ચાઈના પિસ્તોલ, ૮ મેગેઝીન અને ૪૭ કારતૂસ મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે આ વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે.

 હાલમાં સતર્ક ગ્લ્જ્ જવાનોએ ફરી એકવાર ડ્રોન દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરવાના તસ્કરોના નાપાક ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ પાકિસ્તાનમાંથી ડ્રોન દ્વારા તસ્કરીની ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે.

(3:24 pm IST)