Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કેન્‍દ્રિય બજેટમાં ચાલુ પીએલઆઇ સ્‍કીમોમાં થઇ શકે છે વધુ ફાળવણી

ભારત વૈશ્‍વિક ઉત્‍પાદકોને આપવા માંગે છે મજબૂત સંકેત

નવી દિલ્‍હી, તા.૧૮: માહિતગાર લોકોનું કહેવુ છે કે ભારત ૧ ફેબ્રુઆરીના બજેટમાં ચાલુ પ્રોડકશન લીન્‍કડ ઇન્‍સેન્‍ટીવ (પીએલઆઇ) સ્‍કીમોમાં વધુ ફાળવણી કરી શકે છે. ભારતમાં ઉત્‍પાદન વધારવા અને નિકાસને પ્રોત્‍સાહન આપવા આ યોજનામાં કેટલાક નવા ક્ષેત્રોનો ઉમેરો પણ થઇ શકે છે.

આ અંગે માહિતગાર લોકોએ કહ્યું કે ઇલેકટ્રોનીક ઉત્‍પાદન અને આઇટી હાર્ડવેર માટે આ સ્‍કીમ હેઠળ વધુ બજેટની ફાળવણી થઇ શકે છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ૨૦૨૨ના બજેટમાં પીએલઆઇ સ્‍કીમો માટે ૧.૯૭ લાખ કરોડની જાહેરાત કરી હતી જેના હેઠળ અત્‍યારે ૧૪ ક્ષેત્રે આવરી લેવાયા છે. તેના હેઠળ ૨૦૨૨થી પાંચ વર્ષ માટે ઇન્‍સેન્‍ટીવની રકમ આપવામાં આવે છે તે વધારી શકાય છે.

અન્‍ય એક વ્‍યકિતએ કહ્યું કે પીએલઆઇ માટેની કુલ બજેટ ફાળવણી વધી શકે છે. આ સ્‍કીમ માટે આગામી બજેટમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો થઇ શકે છે.

(3:53 pm IST)