Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

હવે અદાણીની કંપની ઇલેકટ્રીક ટ્રકઃ કેનેડા સાથે જોડાણ

મુંબઇ, તા.૧૮: ગૌતમ અદાણીની ફલેગશીપ કંપની અશોક લેલેન્‍ડ અને કેનેડાની બેલાર્ડ પાવર સીસ્‍ટમસ સાથે મળીને ખાણ ઉદ્યોગ માટેના હાઇડ્રોજન ફયુલ સેલ ઇલેકટ્રીક ટ્રક વિકસાવવાનું આયોજન કરી રહી છે.

અદાણી એન્‍ટરપ્રાઇઝ લીમીટેડ એક સ્‍ટેટમેન્‍ટમાં કહ્યુ, ‘આ કોલેબ્રેશન હાઇડ્રોજન પાવર્ડ માઇનીંગ ઓપરેશનનું એશીયાનું પહેલુ આયોજન બનશે. ડેમોસ્‍ટ્રેશન પ્રોજેકટ માઇનીંગ ઓપરેશન અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેકટ વિકસીત કરનાર કંપની એઇએલની આગેવાની હેઠળ થશે. બેલાર્ડ એફસી મુવ ફયુઅલ સેલ એન્‍જીન આ હાઇડ્રોજન ટ્રકો માટે સપ્‍લાય કરશે અને અશોક લેલેન્‍ડ આ વાહનને પ્‍લેટફોર્મ અને ટેકનીકલ સપોર્ટ પુરો પાડશે. આ વાહન ભારતમાં આ વર્ષે લોંચ કરવાનુ નક્કી કરાયુ છે.

હાઇડ્રોજન પાવર્ડ માઇનીંગ ટ્રક પપ ટનનો બોજ વહન કરી શકશે. તેમાં હાઇડ્રોજનની ત્રણ ટાંકીઓ હશે અને તે ૨૦૦ કીલોમીટર સુધી ચાલી શકશે.

(3:59 pm IST)