Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ક્રેસેન્‍ડા સોલ્‍યુશેન કોલકોતા મેટ્રોમાં ઈન-કોચ ડિજીટલ એડવર્ટાઈઝિંગ માટે પાંચ વર્ષ માટેનો પ્રતિષ્ઠિત ઓર્ડર મેળવ્‍યો

મુંબઈ, તા.૧૮:  ક્રેસેન્‍ડા સોલ્‍યુશન્‍સ લિમિટેડ - અગ્રણી આઈટી સોલ્‍યુશન્‍સ, ડિજિટલ મિડિયા અને આઈટી અનેબલ્‍ડ સર્વિસિસ પ્રોવાઈડર કંપનીએ કોલકોતા મેટ્રોમાં ઈન-કોચ ડિજિટલ એડવર્ટાઈઝિંગ માટે ૫-વર્ષ માટેનો પ્રતિષ્ઠિત ઓર્ડર મેળવ્‍યો છે. આ કોન્‍ટ્રેક્‍ટ વધુ પાંચ વર્ષો માટે રિન્‍યૂ થઈ શકે તેવો છે. કંપની વાર્ષિક ૧૫ કરોડ પેસેન્‍જર્સ કે તેથી વધુના ટાર્ગેટ સાથે દૈનિક ૭-૮ લાખ પેસેન્‍જર્સને સેવા પૂરી પાડવાનો ટાર્ગેટ ધરાવે છે. કંપની ઈન-કોચ વાઈ-ફાઈ સર્વિસિઝ પૂરી પાડવા માટેના કોન્‍ટ્રેક્‍ટને લઈને આખરી તબક્કાની મંત્રણામાં પહોંચી ચૂકી છે.

કોલકોતા મેટ્રો ટ્રેઈન્‍સ દૈનિક ૩૯ ટ્રેન્‍સ ઓપરેટ કરે છે. જે ૧૫ કલાકની સર્વિસિસ પૂરી પાડે છે. દરેક ટ્રેન ૯ કોચિસ ધરાવે છે. જ્‍યારે દરેક કોચમાં ૨ ટેલિવિઝન સેટ હોય છે. જેમાં કંપનીએ ડિજિટલ એડવર્ટાઈઝમેન્‍ટ માટે એક્‍સક્‍લૂઝીવ રાઈટ્‍સ મેળવ્‍યાં છે. આ પ્‍લેટફોર્મ પર કુલ એડવર્ટાઈઝમેન્‍ટ કન્‍ટેન્‍ટ માટે ૭૦ ટકા કમર્સિયલ એડવર્ટાઈઝીંગનો સમાવેશ થાય છે. જ્‍યારે ૩૦ ટકા એડવર્ટાઈઝમેન્‍ટ સ્‍ટોલ ગવર્મેન્‍ટ એડવર્ટાઈઝમેન્‍ટ્‍સ માટે અનામત રહેશે.

(4:08 pm IST)