Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ભારત એગ્રી ફર્ટ એન્‍ડ રિઅલ્‍ટી લિ.ની માજીવાડા, થાણે સ્‍થિત રિઅલ એસ્‍ટેટ પ્રોજેક્‍ટમાંથી રૂ. ૫૦૦-૬૦૦ કરોડ રેવન્‍યૂની અપેક્ષા

મુંબઈ, તા.૧૮: મુંબઈ સ્‍થિત ભારત એગ્રી ફર્ટ એન્‍ડ રિઅલ્‍ટી લિમિટેડે થાણે સ્‍થિત વધારાની જમીનના ડેવલપમેન્‍ટ માટે ગયા સપ્તાહે થાણે મ્‍યુનિસિપલ કોર્પોરેશન(TMC) પાસેથી મંજૂરી મેળવી છે. મહારાષ્‍ટ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી UDCPR-૨૦૨૦ માર્ગદર્શિકાઓ મુજબ કંપનીએ TMCને જમીનની મહત્તમ શકયતાઓ માટે અરજી કરી હતી. જેના પરિણામે, કંપનીએ ટાવર ઞ્‍ના બાંધકામ માટે ૫ જાન્‍યુઆરી, ૨૦૨૩ના રોજ સુધારેલી મંજૂરી મેળવી હતી. જેમાં કંપનીની વર્તમાન એફએસઆઈના આધારે બેઝમેન્‍ટ પ્‍લસ સ્‍ટીલ્‍ટ્‍સ અથવા ગ્રાઉન્‍ડ પ્‍લસ ફર્સ્‍ટ ટુ સિક્‍સ્‍થ ર્પાકિંગ ફ્‌લોર પ્‍લસ ૭ ટુ ૩૧ ફ્‌લોર્સનો સમાવેશ થાય છે. જોકે, ટીએમસીના ચીફ ફાયર ઓફિસર(CFO) મુજબ ૫૨ માળ સુધીની મંજૂરી મળી છે અને કંપની એકવાર ટીએમસી ગાઈડલાઈન્‍સ મુજબ TDR મેળવશે ત્‍યારબાદ અધિક ફ્‌લોર સુધારણા લાગુ પડશે. ટીએમસીએ કંપનીને લેટર ઓફ ઈન્‍ટેટ આપ્‍યો છે, જે કંપનીને ઉપરોક્‍ત સુધારણાઓ માટે MOEFનો સંપર્ક કરવાની છૂટ આપે છે.

કંપનીએ અગાઉથી જ પ્રોજેક્‍ટ માટે જરૂરી ફાઈનાન્‍સ મેળવવાની -ક્રિયા શરૂ કરી દીધી છે. તેણે સિવિલ કોન્‍ટ્રેક્‍ટર પણ નીમ્‍યાં છે, તેમજ MOEFની મંજૂરી મળી જાય ત્‍યારબાદ બાંધકામ શરૂ કરવા માટે જરૂરી તમામ મંજૂરીઓ મેળવી લીધ છે. કંપની MOEFમાં અરજી રજૂ કરવાના આખરી તબક્કામાં છે. ઉપરોક્‍ત બાબતોને ધ્‍યાનમાં રાખતાં કંપની માજિવાડા, થાણે ફેઝ ૨ રેસિડેન્‍શિયલ ટાવર ખાતે ત્‍યાં પ્રાપ્ત મહત્તમ FSIનો ઉપયોગ કરશે. આ ટાવર મોડર્ન એમેનિટિઝ અને ફેસિલિટીઝ સાથેના ૨/૩ BHK લક્‍ઝરિયર અથવા સોફેસ્‍ટીકેટેડ ફ્‌લેટ્‍સ ધરાવતાં હશે. તે સ્‍થાનિક રેસિડેન્‍શિયલ માર્કેટમાં અફોર્ડેબલ/રિઝનેબલ રેટ્‍સ પર ૪૦૦ ફ્‌લેટ્‍સ પૂરાં પાડશે.

(4:08 pm IST)