Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પંજાબ કોંગ્રેસને મોટો ઝટકો : પૂર્વ નાણા મંત્રી મનપ્રીત  બાદલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ: ભાજપમાં જોડાયા

મનપ્રીત બાદલ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુઘની હાજરીમાં ભાજપમાં સામેલ થયા

પંજાબમાં મોટો ઝટકો લાગ્યો છે, પૂર્વ નાણા મંત્રી મનપ્રીત બાદલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે, જે બાદ તે ભાજપમાં જોડાયા હતા. મનપ્રીત બાદલ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુઘની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. આ પગલુ તેમણે એવા સમયે ભર્યુ છે જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પંજાબમાંથી પસાર થઇ રહી છે અને પઠાણકોટમાં કોંગ્રેસની મોટી રેલી યોજાવાની છે

મનપ્રીત બાદલે રાહુલ ગાંધીને મોકલેલા રાજીનામામાં લખ્યુ કે હું ઘણા દુખ સાથે ઓફિશિયલ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું લખી રહ્યો છું. સાત વર્ષ પહેલા મે પીપુલ્સ પાર્ટી ઓફ પંજાબને પોતાની પાર્ટીમાં વિલય કર્યો હતો. મે એવી આશઆ સાથે એક સમૃદ્ધ ઇતિહાસ ધરાવતા સંગઠનમાં એકીકૃત થવા માટે કર્યુ હતુ. આશા હતી કે આમ કરતા મને પંજાબના લોકોના હિતની રક્ષા કરવા અને સેવા કરવાની પરવાનગી આપશે. રાજીનામામાં મનપ્રીત બાદલે કહ્યુ કે કોંગ્રેસ તેમની અપેક્ષા પર યોગ્ય નથી ઉતરી, માટે તે દુખી થઇને તેને છોડી રહ્યા છે.

પંજાબના રાજકારણમાં મનપ્રીત બાદલ એક મોટો ચહેરો છે. પંજાબમાં 2016માં કોંગ્રેસે પોતાની જમીન મજબૂત કરવા માટે પ્રકાશ સિંહ બાદલના ભત્રીજા અને પંજાબ પીપુલ્સ પાર્ટીના ચીફ મનપ્રીત બાદલને પોતાની સાથે જોડ્યા હતા અને તેમણે પોતાની પાર્ટીનું કોંગ્રેસમાં વિલય કર્યુ હતુ. મનપ્રીતે 2011માં પ્રકાશ સિંહ બાદલના શિરોમણી અકાલી દળ (SAD)થી અલગ થઇને પંજાબ પીપુલ્સ પાર્ટી બનાવી હતી. મનપ્રીત 5 વખત ધારાસભ્ય ચૂંટાઇ ચુક્યા છે. તે પહેલા કોંગ્રેસની સરકારમાં નાણા મંત્રી હતા અને તેમણે 2007થી 2010 સુધી પ્રકાશ સિંહ બાદલની સરકારમાં નાણા મંત્રીના રૂપમાં કામ કર્યુ છે

પંજાબમાં આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા કેપ્ટન અમરિંદર સિંહ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સીએલપી લીડર સુનીલ ખાખડ અને કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા જયવીર શેરગિલ પહેલા જ ભાજપમાં સામેલ થઇ ગયા છે. આ સિવાય ભાજપમાં સામેલ થયેલા નેતાઓમાં રાજકુમાર વેરકા, બલવીર સિંહ સિદ્ધૂ, સુંદર શામ અરોરા અને ગુરપ્રીત સિંહ કાંગડનું નામ પણ સામેલ છે.

(6:30 pm IST)