Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

શું ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ ઇન્ડિગો ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ ખોલ્યો હતો? કોંગ્રેસે લગાવ્યો આરોપ

રણદીપ સિંહ સુરજેવાલાએ આ ઘટનાને લઇને ટ્વીટ કરી કટાક્ષ કરતા કહ્યુ, “આ ભાજપ વીઆઇપી બ્રાટ્સ છે. અંતે એરલાઇનની ફરિયાદ કરવાની હિમ્મત કેવી રીતે થઇ? શું આ સત્તાધારી ભાજપની એલીટ ક્લાસનો આદર્શ છે? શું તેનાથી મુસાફરોની સુરક્ષા સાથે સમજૂતિ નથી થઇ?

બેંગલુરૂ: શું ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ ઇન્ડિગો ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ ખોલ્યો હતો? કોંગ્રેસે આ દાવો કર્યો છે. કોંગ્રેસના સીનિયર નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને ભાજપ નેતા પર આ આરોપ લગાવ્યો છે. સુરજેવાલાએ એક મીડિયા રિપોર્ટ શેર કરતા કહ્યુ કે ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ ખોલનાર મુસાફર બીજો કોઇ નહી પણ બેંગલુરૂ સાઉથથી પ્રથમ વખત સાંસદ બનેલા તેજસ્વી સૂર્યા હતા  

રણદીપ સિંહ સુરજેવાલાએ આ ઘટનાને લઇને ટ્વીટ કરીને કેટલાક સવાલ પૂછ્યા છે, તેમણે કટાક્ષ કરતા કહ્યુ, “આ ભાજપ વીઆઇપી બ્રાટ્સ છે. અંતે એરલાઇનની ફરિયાદ કરવાની હિમ્મત કેવી રીતે થઇ? શું આ સત્તાધારી ભાજપની એલીટ ક્લાસનો આદર્શ છે? શું તેનાથી મુસાફરોની સુરક્ષા સાથે સમજૂતિ નથી થઇ? ઓહ! તમે ભાજપના વીઆઇપી અંગે સવાલ નથી પૂછી શકતા!”

તેજસ્વી સૂર્યા તરફથી આ ઘટનાને લઇને હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, DMKના એક પ્રવક્તાએ કહ્યુ કે ભાજપ તમિલનાડુના પ્રમુખ અન્નામલાઇ અને કર્ણાટકના એક સાંસદ પણ તે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. ડીએમકે પ્રવક્તાએ કહ્યુ કે ઘટના બાદ બન્ને ભાજપના નેતાઓને નીચે ઉતારી દેવામાં આવ્યા અને બસની અંદર 30 મિનિટ કરતા વધુ સમય સુધી રાહ જોવા કહેવામાં આવ્યુ હતું.

 

વિમાન કંપનીનું કહેવુ છે કે મુસાફરે ગત મહિને ચેન્નાઇમાં વિમાન પર સવાર થયા બાદ ભૂલથી ઇમરજન્સી દરવાજો ખોલી નાખ્યો હતો, તે સમયે વિમાન એરપોર્ટ પર હતુ અને તિરૂચિરાપલ્લી માટે ઉડાન ભર્યા પહેલા એન્જીનિયરિંગની તપાસ કરવામાં આવી હતી. ઉડ્ડયન નિયામક નગર વિમાન મહાનિર્દેશાલય (DGCA)ના સીનિયર અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનામાં સુરક્ષા સાથે કોઇ સમજૂતિ કરવામાં નથી આવી. ઇન્ડિગોએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે મુસાફર 10 ડિસેમ્બર 2022એ ફ્લાઇટ નંબર 6E-7339માં ચેન્નાઇથી તિરૂચિરાપલ્લીની મુસાફરી કરી રહ્યો હતો. મુસાફરે તુરંત તેની માટે માફી માંગી છે. વિમાનની તપાસ કરવામાં આવી હતી જેને કારણે ઉડાનમાં મોડુ થયુ હતુ

(6:57 pm IST)