Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સેન્સેક્સ ૩૯૦ પોઇન્ટ વધારા સાથે બંધ, નિફ્ટી ૧૮૧૫૦ પાર

શેરબજાર ગ્રીન સિગ્નલ સાથે બંધ : ટાટા સ્ટીલ ૨.૪ ટકાના વધારા સાથે ટોપ ગેઇનર હતો. એલટી, વિપ્રો, એચડીએફસી બેંક સૌથી વધુ વધ્યા હતા

મુંબઈ, તા.૧૮ : આજે સતત બીજા દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ૩૯૦ પોઈન્ટના વધારા સાથે ૬૧૦૪૫ પર અને નિફ્ટી ૧૧૨ પોઈન્ટના વધારા સાથે ૧૮૧૬૫ પર બંધ થયા છે. આજે મેટલ્સ, બેક્નિંગ અને ફાયનાન્સિયલ શેરોમાં મહત્તમ વધારો જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલ ૨.૪ ટકાના વધારા સાથે ટોપ ગેઇનર હતો. આ સિવાય એલટી, વિપ્રો, એચડીએફસી બેંક અને એચડીએફસી સૌથી વધુ વધ્યા હતા. ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડસઇન્ડ બેક્ન ટોપ ગેઇનર હતા.

સેન્સેક્સ કંપનીઓમાં ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ ૨.૭૨ ટકાનો વધારો થયો હતો. તેમજ એલએન્ડટી, એચડીએફસી, વિપ્રો, ભારતી એરટેલ, આઈટીસી અને ટીસીએસ સહિત ૨૩ કંપનીઓના શેર લીલા નિશાનમાં રહ્યા હતા.

બીજી તરફ ટાટા મોટર્સે સૌથી મોટો ૧.૬૫ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. આ સિવાય ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેક્ન, નેસ્લે, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેક્ન ઓફ ઈન્ડિયા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પણ બંધ થયા હતા.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૧૧ ટકાના ઉછાળા સાથે $86.87 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) છેલ્લા ઘણા દિવસોથી સતત ઉપાડ બાદ મંગળવારે ખરીદદાર બન્યા હતા. એક્સચેન્જના ડેટા અનુસાર મંગળવારે ચોખ્ખા ધોરણે રૃ. ૨૧૧.૦૬ કરોડના શેર ખરીદ્યા હતા. અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ટૂ લિમિટેડે રાજસ્થાનની એસ્સેલ સોલર એનર્જી કંપની પાસેથી એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સમાં ૫૦ ટકા હિસ્સો હસ્તગત કરવાનો નિર્ણય કર્યો છે. આ ડીલ ૧૫ કરોડ રૃપિયામાં થશે. અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ટૂ લિમિટેડ એ અદાણી ગ્રીન એનર્જીનું એક યુનિટ છે. અદાણી ગ્રીન એનર્જીએ બુધવારે શેરબજારને જણાવ્યું હતું કે તેની પેટાકંપનીએ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ સાથે એક નિશ્ચિત કરાર કર્યો છે. બાકીના ૫૦ ટકા ઈક્વિટી શેર રાજસ્થાન સરકાર પાસે રહેશે. અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ટૂ લિમિટેડ પાસે રાજસ્થાનમાં ૭૫૦ મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલાર પાર્ક છે. વર્ષ ૨૦૨૧-૨૨માં તેનું ટર્નઓવર ૯.૮૭ કરોડ રૃપિયા હતું.

(7:18 pm IST)