Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પ્રથમ વનડે: હાઈસ્કોરીંગ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો 12 રને દિલધડક સામે વિજય:મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી

ભારતે પ્રથમ બેટિંગ કરતા 349 રનનો સ્કોર ખડક્યો:શુભમન ગિલે બેવડી સદી નોંધાવી : જવાબમાં માઈકલ બ્રેસવેલે 140 રન ફટકાર્યા : ન્યૂઝીલેન્ડની અડધી ટીમ 110 રનમાં પેવેલિયન ભેગી થયા બાદ મેચ વધુ રોમાંચક બન્યો : સેન્ટનરે 45 બોલમાં 57 રનની ઈનીંગ રમી :7મી વિકેટ માટે માઈકલ અને મિશેલ 162 રનની ભાગીદારી નોંઘાવી

હૈદરાબાદ :  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. હાઈસ્કોરીંગ મેચમાં બંને ટીમોએ વિશાળ સ્કોર ખડક્યા હતા. જોકે ભારતે અંતિમ ઓવરમાં કિવી ટીમને 337 રનના સ્કોર પર સમેટી લઈને 12 રનથી જીત મેળવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના નુક્શાન પર નિર્ધારીત ઓવરમાં 349 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમની શરુઆત ઠીક ઠાક રહી હતી. ન્યુઝીલેન્ડના માઈકલ બ્રેસવેલે તોફાની સદી ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી

ન્યુઝીલેન્ડે ભારતીય ટીમે આપેલા વિશાળ લક્ષ્યનો પિછો કરતા 110 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. સિરાજે ભારત માટે 4 વિકેટ ઝડપી હતી. રોમાંચક પળોમાં સિરાજે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. મુશ્કેલ સમયમાં માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનરે વિશાળ ભાગીદારી નોંધાવી હતી. જેને લઈ મેચ અંતિમ ઓવર સુધી પહોંચી હતી.

 

ભારતીય બોલરોએ શરુઆતમાં ન્યુઝીલેન્ડને પરેશાન કરી દીધુ હતુ. એક બાદ એક 6 વિકેટ કિવી ટીમની 131 રનના સ્કોર પર ભારતીય બોલરોએ ખેરવી દીધી હતી. જોકે ત્યાર બાદ ભારતીય બોલરોએ સંઘર્ષ કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના બોલરોએ વિકેટની શોધ કરતા સંઘર્ષની સ્થિતીમાં મુકાઈ ગયુ હતુ. એક સમયે મેચ સંપૂર્ણ રીતે ભારતીય ટીમના પક્ષમાં થઈ ગઈ હતી. જોકે માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનરે વિશાળ પાર્ટનર શીપ વડે મેચને રોમાંચક સ્થિતીમાં લાવી દીધી હતી. સેન્ટનરે 45 બોલમાં 57 રનની ઈનીંગ રમી હતી. તે સિરાજનો શિકાર થયો હતો. 7મી વિકેટ માટે માઈકલ અને મિશેલ 162 રનની ભાગીદારી નોંઘાવી હતી.

બ્રેસવેલે મુશ્કેલ સમયમાં ભારત સામે સદી નોંધાવી હતી. તેણે 57 બોલમાં પોતાની તોફાની સદી પુરી કરી હતી. સદી તેણે શમીના બોલ પર છગ્ગો લગાવીને પુરી કરી હતી. આ તેનો છઠ્ઠો છગ્ગો નોંધાવ્યો હતો. ન્યુઝીલેન્ડ વતી બ્રેસવેલે ત્રીજી સૌથી ઝડપી વનડે સદી નોંધાવી હતી. બ્રેસવેલની આ બીજી વનડે સદી કરીયરમાં હતી.

 

કિવી ટીમની ઓપનીંગ જોડી 28 રનના સ્કોર પર તૂટી ગઈ હતી. ડેવેન કોન્વે 16 બોલનો સામનો કરીને 10 રન પર મોહમ્મદ સિરાજનો શિકાર થયો હતો. ત્યાર બાદ 70 સ્કોર પર ફિન એલન શાર્દૂલ ઠાકુકનો શિકાર થયો હતો. તેમે 39 બોલમાં 40 રન નોંધાવ્યા હતા. હેનરી નિકોલ્સ 31 બોલમાં 18 રન નોંધાવી આઉટ થયો હતો. તેને કુલદીપ યાદવે ક્લીન બોલ્ડ કર્યો હતો. ડેરેલ મિશેલે 9 રન નોંધાવ્યા હતા. કેપ્ટન ટોમ લાથમે 46 બોલમાં 24 રન નોંધાવ્યા હતા. જ્યારે ગ્લિન ફ્લિપે 11 રન નોંધાવ્યા હતા.

હેનરી શિપ્લીને સિરાજે ક્લીન બોલ્ડ કરી દીધો હતો. શિપ્લી ગોલ્ડ ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. જબરદસ્ત રોમાંચક બનેલી મેચનુ પાસુ સિરાજે પલટ્યુ હતુ. સિરાજે પોતાના સ્પેલની અંતિમ 10મી ઓવર અને ઈનીંગની 46મી ઓવરમાં બે વિકેટ ઝડપીને કિવી ટીમનુ લક્ષ્ય તરફ આગળ વધતુ અટકાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. લોકી ફરગ્યુશને 8 રન નોંધાવ્યા હતા

હૈદરાબાદના મોહમ્મદ સિરાજે પોતાના શહેરમાં ધમાલ મચાવી હતી. તેણે 4 વિકેટ ઝડપી હતી. 10 ઓવરમાં 46 રન આપીને તેણે આ વિકેટ મેળવી હતી. કુલદીપ યાદવે 8 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. શમીએ 10 ઓવરમાં 69 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 7 ઓવરમાં 70 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. શાર્દૂલ ઠાકુરે 2 વિકેટ મેળવી હતી.

(10:08 pm IST)