Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વડાપ્રધાન ઇમરાન ખાને IMF પાસેથી ૫૦ કરોડ ડોલરની લોન માગી

પાકિસ્તાનનું અર્થતંત્ર નાદારીની સ્થિતિએ પહોંચ્યું : આઈએમએફ અને પાકિસ્તાન વચ્ચે આર્થિક સુધારા અંગે સમજૂતી થતાં લોન લેવા માટેનો માર્ગ સાફ થઇ ગયો

ઇસ્લામાબાદ, તા. ૧૭ : પાકિસ્તાનનું અર્થતંત્ર દિનપ્રતિદિન હવે નાદારીની સ્થિતીએ પહોંચી ગયું છે, વડાપ્રધાન ઇમરાન ખાન દેશને બચાવવા માટે રીતસરનાં હવાતીયા મારી રહ્યા છે, જેમ કે તેમણે તાજેતરમાં આઈએમએફ પાસે ૫૦ કરોડ ડોલરની લોન માંગી છે, પણ ત્યારે કે જ્યારે દરેક પાકિસ્તાનીનાં માંથે હાલ લાખ ૭૫ હજાર રૂપિયાનું દેવું છે

આઈએમએફ અને પાકિસ્તાન વચ્ચે આર્થિક સુધારા અંગે સમજુતી થઇ છે, તેથી હવે પાકિસ્તાન માટે આઈએમએફ પાસે ૫૦ કરોડ ડોલરની લોન લેવાનો માર્ગ સાફ થઇ ગયો છે, લોન ઉપયોગ પાકિસ્તાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન સરકારની રાજકોષિય નિતીનાં વિવરણમાં બતાવવામાં આવ્યું છે કે ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીની સરકારનાં કાર્યકાળ દરમિયાન લોકો ઉપર ૫૪,૯૦૧ રૂપિયાનું દેવું વધ્યું છે.

જુન ૨૦૧૮માં પાકિસ્તાનનું કુલ જાહેર દેવું ૧૨૦,૦૯૯ ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા હતું, ઇમરાન ખાનની આગેવાની હેઠળની સરકારનાં પહેલા વર્ષની રકમ ૨૮ ટકા વધીને ૩૩,૫૯૦ ટ્રિલિયન રૂપિયા થઇ ગઇ. જ્યારે તેના પહેલા દેવું ૧૪ ટકા વધ્યું હતું.

(12:00 am IST)