Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

આ વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીન ઓપન માર્કેટમાં આવશે : AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા

મહારાષ્ટ્રમાં આંદોલન, રેલી અને સભાઓ પર ફરી રોક: લગ્ન સમારંભમાં નક્કી સંખ્યામાં મહેમાન બોલાવવાનો આદેશ

નવી દિલ્હી : દિલ્હી AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વેક્સીનને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યુ કે જે લોકોને વેક્સીન પહેલા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે, એક વખત તે પુરૂ થઇ જશે, સાથે જ માંગમાં બેલેન્સ બનાવી રહ્યા છે તો વેક્સીન ઓપન માર્કેટમાં આવી જશે. એવી સંભાવના છે કે આ વર્ષના અંત સુધી વેક્સીન માર્કેટમાં આવી જશે

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોનાના કેસ વધી રહ્યા છે. જેની પર લગામ માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આંદોલન, રેલી અને સભાઓ પર ફરી રોક લગાવી દીધી છે. લગ્ન સમારંભમાં નક્કી સંખ્યામાં મહેમાન બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓને તેમની કડકાઇથી પાલન કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે વિસ્તારમાં વધુ કેસ આવી રહ્યા છે, ત્યા કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની પુરી તૈયારી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

કોરોનાના આંકડા કેટલીક ચિંતા વધારી રહ્યા છે. આ મહિને ચાર વખત એક્ટિવ કેસમાં વધારો થઇ ચુક્યો છે. ગત સાત દિવસમાં ત્રણ વખત વધારો થયો છે. જ્યારે ગત મહિને માત્ર 6 જાન્યુઆરી 2019માં એક્ટિવ કેસ વધ્યા છે. એક્ટિવ કેસ એટલે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાં વધારો ત્યારે થાય છે જ્યારે નવા કેસની સંખ્યા, તેનાથી સ્વસ્થ થતા દર્દીઓ અને મૃતકોની કુલ સંખ્યાથી વધુ હોય.

દેશમાં મંગળવારે 11,573 નવા દર્દી મળ્યા, 11,794 દર્દી સ્વસ્થ થયા અને 99 લોકોએ જીવ ગુમાવ્યો. આ રીતે એક્ટિવ કેસમાં 326ની કમી આવી છે. અત્યાર સુધી કુલ 1.09 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. જેમાંથી 1.06 કરોડ લોકો સ્વસ્થ થયા છે. 1.56 લાખ લોકોના મોત થયા છે.

બેંગલુરૂના બોમનહલ્લી વિસ્તારમાં એસએનએન રાજ લેકવ્યૂ એપાર્ટમેન્ટમાં એક સાથે 103 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ લોકોએ એપાર્ટમેન્ટમાં કોઇ પ્રોગ્રામ કર્યો હતો. બાદમાં કેટલાક લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થયુ તો તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવ મળેલા લોકોમાં 96ની ઉંમર 60 વર્ષથી વધુ છે. બેંગલુરૂના મંજુશ્રી નર્સિગ કોલેજમાં પણ 210માંથી 40 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે.

દેશમાં કોરોનાના બ્રિટનના સ્ટ્રેન બાદ હવે સાઉથ આફ્રિકા અને બ્રાઝીલના સ્ટ્રેનના કેસ પણ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં બ્રાઝીલ વેરિઅન્ટનો એક કેસ મળ્યો હતો. બીજી તરફ જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકી વેરિઅન્ટના પણ ચાર કેસ સામે આવ્યા હતા.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યુ કે પૂણેની લેબમાં વાયરસને સફળતાપૂર્વક આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ બન્ને વેરિઅન્ટ બ્રિટનના સ્ટ્રેનથી અલગ છે, તેમણે જણાવ્યુ કે દેશમાં UK વેરિઅન્ટના હવે 187 દર્દી છે. તમામ ક્વોરન્ટાઇનમાં છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. અમારી પાસે જે વેક્સીન છે, તે આ વેરિઅન્ટ પર સફળ છે

(12:00 am IST)