Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

સતત મિટીંગોનો દોર છતાં વાત બંધાતી નો'તીઃ પણ લશ્કરને છૂટ અપાતાવેંત બાજી પલ્ટાઇ ગઇ

સતત મડાગાંઠ વચ્ચે ચીનાઓ વિરૂધ્ધ કોઇ પણ પ્રકારનું ઓપરેશન કરવા ભારતીય લશ્કરને ખુલ્લી છૂટ આપવામાં આવેલ : એક તબક્કે ભારતે બે વિસ્તારો ઉપર કબ્જો કરી લીધા બાદ ચીનાઓ કૈલાશ રેન્જમાં અમને સામને આવી ગયેલ અને યુધ્ધ સુધી વાત પહોંચેલ

નવી દિલ્હી,તા. ૧૮: સરહદેથી મળતા અહેવાલો મુજબ લડાખ સરહદે સર્જાયેલ મડાગાંઠ ઉકલેવા ચીની લશ્કરી અધિકારીઓ સાથે સતત મંત્રણાના દૌર પછી પણ વાત બંધાતી ન હતી અને મંત્રણામાં સતત ચીનાઓ ભારણ ઉપર હાવી થઇ જતા હતા. ત્યારે 'ઉપરથી' ભારતીય લશ્કરને કોઇ પણ પ્રકારનું ઓપરેશન હાથ ધરવાની લીલી ઝંડી મળતાવેંચ બાજી પલટાઇ અને ચીનાઓ દબાણમાં આવી ગયા અને લશ્કર પાછા ખેંચવા માની ગયાના હેવાલો મળી રહ્યા છે. એક થી વધુ તબક્કે વિશ્વના આ બે જંગી લશ્કરી તાકાત ધરાવતા દેશો યુધ્ષ્ની નોબર સુધી પહોંચી ગયા હતા. બન્ને પાસે અતૂટ લશ્કરી તાકાત અને અણુબોંબ મિસાઇલો હોય ગંભીરતા ખૂબ વધી ગઇ હતી.

સતત ૯ મહિના સુધી ભારત -ચીન વચ્ચે આજે યુધ્ધ થાય કે કાલે યુધ્ધ થાય તેવા માહોલ વચ્ચે સ્ફોટક તંગ દિલી રહ્યા પછી હવે બન્ને દેશના લશ્કરો પોત પોતાની મુળ જગ્યાએ પરત હટવા લાગ્યા છે. અને ભારતીય સરહદના ફિંગર-૪ સુધી ઘુસી આવેલ ચીની લશ્કરને સમજુતી હેઠળ પાછુ ફરવું પડી રહ્યું છે.

બન્ને દેશો વચ્ચે સતત મડાગાંય અને ભારે ઉગ્રતા તથા સ્ફોટક તંગદિલી અને યુધ્ધ ફાટી નીકળે તેવી નાજુક સ્થિતી વચ્ચે ચીનાઓ વિરૂધ્ધ ભારતીય લશ્કરને 'ઉપરથી' છૂટ મળી જતાવેંચ પાસા પલટાયેલ અને ચીનાઓ સીધી લીટીએ ચાલી સૈન્ય પરત ખેંચવા સહમત થઇ ગયા હતા.

આ બધા વચ્ચે વિશ્વની મહાન તાકાતો પોતાની સાથે રહેવા ભારતય રાજનીતિઓએ સફળતા મળી હતી તે પણ મહત્વનું પાસું ગણાય છે.

લશ્કરના નોર્ધન કમાન્ડના ચીફ લેફટનન્ટ વાય કે. જોશીએ અખબારી મુલાકાત સહિના મોકા ઉપર આ વાત કહ્યાનું જાહેર થયું છે. શ્રી ()એ કહેલ કે ચીન આપણા વિસ્તારમાં ફિંગર-૪ સુધી આવી ગયેલ.ગલવાનમાં તો હિંસક સંઘર્ષ પણ સર્જાયેલ અને મંત્રણાના ટેબલ ઉપર ચીનાનઓ ખૂબ જોશમાં હતા. સતત મંત્રણા પછી પણ સફળતા મળતી દેખાયેલ નહિ ત્યારે લશ્કરને ઉપરથી ખાસ સુચના મળેલ અને જે ઓપરેશન કરવા હોય તેની ખુલ્લી છૂટ મળેલ.

જે હેઠળ ૨૯-૩૦ ઓગસ્ટ દરમિયાન રાત્રે પેંગોગ સરોવરના દક્ષિણી કિનારે અત્યંત વ્યુહાત્મક રેજાંગ લા અને રેચિન લા ઉપર ભારતીય સૈનિકોએ કબજો કરી લેતા ભારતીય લશ્કરનો હાથ ઉપર આવી ગયેલ. એ પછીની મંત્રણામાં ભારત હાવી થઇ ગયેલ અને ચીનાઓ પાછા હટવા તૈયાર થયેલ.

જ્યારે ભારતે રેજાંગલા અને રેચિન લા ઉપર કબ્જો કર્યો ત્યારે ચીની લશ્કર કૈલાશ રેંજમાં આમને સામને આવવા સજ્જ બનેલ અને આપણે યુધ્ધના ઉંબરે પહોંચી ગયેલ પરંતુ લાંબા તનાવ બાદ બન્ને દેશના સૈનિકો પૂર્વ લડાખના વિવાદસ્પદ વિસ્તારોમાંથી પરત ફરવા લાગ્યા છે. અને આ પગલાને લીધે સરહદે સ્થિતીમાં કોઇ બદલાવ નહિં આવે.

(10:13 am IST)