Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

હાશ...મોદી સરકાર કોવિડ સેસ કે ટેક્ષ નહિ લગાવે

આમ આદમી માટે રાહતના સમાચારઃ હવે નવો કોઈ ટેક્ષ લગાવાશે નહિ : પહેલેથી જ ડરેલા લોકોને વધુ હેરાન કરવા નથી માંગતી સરકાર

નવી દિલ્હી, તા. ૧૮ :. મોદી સરકાર આમઆદમી માટે એક રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે કહ્યુ છે કે આમઆદમી પર કોઈ નવો ટેક્ષ લગાવાશે નહી. જો કે આ વાત અંગે બજેટ પહેલા જ ચર્ચા થઈ રહી હતી કે બજેટમાં આમઆદમી પર કોવિડ સેસ લગાવાશે. જો કે બજેટમા આવી કોઈ પણ પ્રકારની ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ લોકો હજુ પણ એ વિચારી રહ્યા હતા કે બાદમાં કોવિડ સેસની ઘોષણા થશે. હવે સરકારના જણાવ્યા મુજબ કોઈ નવો ટેક્ષ લગાવાશે નહિં.

પીએમ મોદીએ ૨૦૨૧માં જ આ વાત પર જોર આપ્યુ હતુ કે કોવિડ સેસ અથવા ટેક્ષ આમઆદમી પર લગાવવામાં  આવશે નહીં. પીએમ મોદી અને સરકારનું માનવું છે કે કોવિડ સેસ લગાવવાથી લોકોના હાથમાં આવતા પૈસામાં ઘટાડો થશે અને એવામાં લોકો ખર્ચા ઓછા કરી દેશે. હાલના સમયમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વધુ માંગ પેદા કરવાની જરૂરીયાત છે જેથી લોકો તેજીથી ખર્ચ કરી શકે, અર્થવ્યવસ્થામાં કરન્સી સકર્યુલેટ થાય. તમામ કંપનીઓના પ્રોડકટ વેચાશે તો સરકારને જીએસટી મળશે જ સાથે જ જ્યારે કંપનીઓને ફાયદો થશે તો કંપનીઓ પણ ટેક્ષ ભરશે જેનાથી સરકારની આવક વધશે.

કોરોનાથી લોકોને બચવા માટે સરકાર કોવિડ વેકસીન લોકોને લગાવી રહી છે. તેના માટે ખૂબ જ પૈસાની જરૂરીયાત રહેશે. તમામ રાજ્ય પણ તેના માટે સબસીડીની માંગ કરી રહ્યા છે. એવામાં સરકારનો ખર્ચ તેજીથી વધશે. જેના કારણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તેમની આવક વધારવા અને આ ખર્ચાથી નિપટવા માટે સરકાર કોવિડ સેસ અથવા ટેક્ષ લગાવી શકે છે.

મોદી સરકાર કોઈ નવો ટેક્ષ લગાવવા માંગતી નથી કારણે લોકો પહેલેથી જ ભયભીત છે અને પરેશાન છે. લોકડાઉનના કારણે બધુ રોકાય ગયુ હતું, જેથી સરકાર નથી ઈચ્છતી કે વધુ એક ટેક્ષનો બોજો લોકો પર પડે અને ખર્ચ કરવામાં વિચાર કરે.

(10:59 am IST)