Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

દેશમાં ૯૪ લાખને અપાઈ કોરોના રસીઃ ૨૪ કલાકમાં ૧૨૮૮૧ કેસઃ ૧૦૧ના મોત

સંક્રમિતોનો આંકડો ૧,૦૯,૫૦,૨૦૧: કુલ મૃત્યુઆંક ૧,૫૬,૦૧૪

નવી દિલ્હી, તા. ૧૮ :. દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં વધારો-ઘટાડો થવાનો સિલસિલો ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૧૨૮૮૧ નવા કેસો આવ્યા છે. બુધવારની સરખામણીમા આજે નોંધાયેલ દર્દીઓ વધ્યા છે. કાલે સંક્રમણના ૧૧૬૧૦ નવા કેસ આવ્યા હતા. તો સંક્રમણ મુકત થનાર દર્દીઓની સંખ્યા વધીને એક કરોડ છ લાખથી વધારે થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ૯૪ લાખ લોકોને રસી મુકવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૧૨૮૮૧ કેસ આવતા દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૯,૫૦,૨૦૧ થઈ ગઈ છે, જ્યારે ૨૪ કલાકમાં સંક્રમણના કારણે ૧૦૧ લોકોના મોત થયા પછી કોરોના મૃતકોનો કુલ આંકડો વધીને ૧,૫૬,૦૧૪ થયો છે.

મંત્રાલયના આંકડાઓ અનુસાર કોરોનામાંથી સાજા થનાર દર્દીઓની સંખ્યા ૧,૦૬,૫૬,૮૪૫ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯૮૭ દર્દીઓએ કોરોનાને માત આપી છે, તો દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા સતત બે લાખથી ઓછી જળવાઈ રહી છે.

આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં કોવિડ-૧૯ના સક્રિય કેસો ૧,૩૭,૩૪૨ છે. જેમની સારવાર હોસ્પીટલમા ચાલી રહી છે. દેશમા અત્યાર સુધીમાં ૯૪,૨૨,૨૨૮ લોકોને કોરોના રસી આપી દેવાઈ છે.

કેરળમાં કોરોનાનો ફૂંફાડો યથાવત ચાલુ, સવાર સુધીમાં ૪૮૯૨ નવા કેસ : મહારાષ્ટ્રમાં પણ ૪૭૮૭ નવા કેસ : પુણેમાં ૮૬૪, મુંબઈ ૭૨૧, ગુજરાત ૨૭૮, મધ્યપ્રદેશ ૨૫૧, દિલ્હી ૧૩૪, પ. બંગાળ ૧૩૩, ઈન્દોર ૮૯, જમ્મુ કાશ્મીર ૮૪, હરિયાણા ૮૨, ભોપાલ ૭૯, ઓડીશા ૭૫, આંધ્રપ્રદેશ ૫૧, ગોવા ૪૬, ઉત્તરાખંડ ૪૪, બિહાર ૩૮, હિમાચલ પ્રદેશ ૩૪, ચંદીગઢ ૨૯ અને જયપુર ૨૫ કોરોના કેસ નોંધાયા : ધીમે ધીમે બધા રાજયોમાં કોરોનાના કેસો વધતા જાય છે

કેરળ        :    ૪,૮૯૨

મહારાષ્ટ્ર    :    ૪,૭૮૭

પુણે         :    ૮૬૪

મુંબઈ       :    ૭૨૧

તામિલનાડુ :    ૪૫૪

કર્ણાટક      :    ૩૭૮

પંજાબ      :    ૩૪૧

છત્તીસગઢ  :    ૩૧૧

ગુજરાત     :    ૨૭૮

બેંગ્લોર      :    ૨૫૩

મધ્યપ્રદેશ  :    ૨૫૧

તેલંગણા    :    ૧૪૮

ચેન્નાઇ      :    ૧૪૭

દિલ્હી       :    ૧૩૪

પ. બંગાળ  :    ૧૩૩

રાજસ્થાન   :    ૧૦૧

ઈન્દોર      :    ૮૯

જમ્મુ કાશ્મીર    :        ૮૪

હરિયાણા    :    ૮૨

ભોપાલ     :    ૭૯

ઓડીશા     :    ૭૫

ઉત્તરપ્રદેશ  :    ૬૭

અમદાવાદ  :    ૫૮

આંધ્રપ્રદેશ  :    ૫૧

વડોદરા     :    ૫૦

ગોવા       :    ૪૬

ઝારખંડ     :    ૪૫

ઉત્તરાખંડ    :    ૪૪

કોલકતા     :    ૪૪

સુરત       :    ૪૩

બિહાર       :    ૩૮

હિમાચલ પ્રદેશ  :        ૩૪

ચંદીગઢ     :    ૨૯

જયપુર      :    ૨૫

(ન્યુઝ ફર્સ્ટ)

અમેરિકામાં પણ કોરોનાની ઉછળકૂદ : આજે કોરોનાના કેસ વધીને ૭૧૬૦૦ ૨૪ કલાકમાં નોંધાયા : વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનાના ધીમે ધીમે પગલા વધતા જાય છે : બ્રાઝીલમાં ૫૭૨૦૦ કેસ સાથે બીજા ક્રમે તથા ભારત ફરીથી ૧૨૮૦૦ કોરોના કેસ સાથે ત્રીજા ક્રમે આવેલ છે : ઈંગ્લેન્ડમાં ૧૨૭૦૦, જર્મનીમાં ૯૫૦૦, યુએઈ ૩૪૫૨, જાપાન ૧૨૫૦, સાઉદી અરેબીયા ૩૩૪ હોંગકોંગ ૧૬, ચીન ૧૧ તથા ઓસ્ટ્રેલિયામાં ૧ નવો કેસ નોંધાયો છે

અમેરીકા      :   ૭૧,૬૪૦ નવા કેસો

બ્રાઝીલ       :   ૫૭,૨૯૫ નવા કેસો

ભારત         :   ૧૨,૮૮૧ નવા કેસો

રશિયા        :   ૧૨,૮૨૮ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૧૨,૭૧૮ નવા કેસો

ઈટલી         :   ૧૨,૦૭૪ નવા કેસો

જર્મની        :   ૯,૫૯૮ નવા કેસો

યુએઈ         :   ૩,૪૫૨ નવા કેસો

કેનેડા         :   ૨,૬૦૫ નવા કેસો

બેલ્જીયમ     :   ૧,૭૧૭ નવા કેસો

જાપાન        :   ૧,૨૫૦ નવા કેસો

સાઉથ કોરીયા :   ૬૨૧ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૩૩૪ નવા કેસો

હોંગકોંગ      :   ૧૬ નવા કેસ

ચીન          :   ૧૧ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૧ નવો કેસ

  • ભારતમાં ૨૪ કલાકમાં ૧૨,૮૮૧ નવા કેસ અને ૧૦૧ નવા મૃત્યુ, ૧૧ હજારથી વધુ સાજા પણ થયા

નવા કેસો      :    ૧૨,૮૮૧ કેસો

નવા મૃત્યુ     :    ૧૦૧

સાજા થયા     :    ૧૧,૯૮૭

કુલ કોરોના કેસો    :     ૧,૦૯,૫૦,૨૦૧

એકટીવ કેસો   :    ૧,૩૭,૩૪૨

કુલ સાજા થયા     :     ૧,૦૬,૫૬,૮૪૫

કુલ મૃત્યુ       :    ૧,૫૬,૦૧૪

કુલ વેકસીનેશન    :     ૯૪,૨૨,૨૨૮

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૭,૨૬,૫૬૨

કુલ ટેસ્ટ       :    ૨૦,૮૭,૦૩,૭૯૧

  • વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૨,૮૪,૫૩,૫૨૬ કેસો

ભારત       :     ૧,૦૯,૫૯,૨૦૧ કેસો

બ્રાઝીલ     :     ૯૯,૭૯,૨૭૬ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(11:24 am IST)