Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

નોબેલ પ્રઇઝ વિજેતા મલાલા યુસુફજઇને મારી નાખવાની તાલિબાનની ધમકી : કહ્યું -આ વખતે કોઇ ભૂલ નહીં થાય.

અહેસાનમુલ્લા અહેસાનની ટ્વીટર પર ધમકી : પાકિસ્તાની કસ્ટડીમાંથી ભાગ્યો કેમ ? મલાલાએ ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી : નોબેલ પ્રઇઝ વિજેતા મલાલા યુસુફજઇને ફરી એક તાલીબાને મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી છે. 9 વર્ષ પહેલાં મલાલાને ગોળી મારનારા આતંકીએ જ આ વખતે પણ હુમલો કરવાની ધમકી આપી છે. આતંકીએ ટ્વીટર પર આ ધમકી આપતા તેનું એકાઉન્ટ બંધ કરી દેવાયું છે

  અહેસાનુલ્લા અહેસાન નામનો આ આતંકી પાકિસ્તાની તાલીબાન અથવા તહરીક એ તાલીબાન પાકિસ્તાનનો સભ્ય છે. તેણે ટ્વીટર પર મલાલાને વતન પરત ફરવા કહ્યું અને લખ્યું કે તમે અને તમારા પિતા ઘેર પાછા આવી જાય, કારણ કે તમરાથી બદલો લેવો છે. આ વખતે કોઇ ભૂલ નહીં થાય.

આ ધમકી પછી મલાલાએ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન અને સેનાને ટ્વીટ કરી અહેસાનઉલ્લા અહેસાન સરકારી કસ્ટડીમાંથી ભાગી ગયા અંગે સવાલ કર્યો

  મલાલાએ ટ્વીટ કરી કે આ તહરીક એ તાલીબાન પાકિસ્તાનનો પૂર્વ પ્રવક્તા છે. જે મારા પર અને ઘણા નિર્દોષ લોકો પર હુમલાનો દાવો કરે છે. હવે તે સોશિયલ મીડિયા પર લોકોને ધમકી આપી રહ્યો છે. સવાલ એ છે કે આખરે તે કસ્ટડીમાંથી કેવી રીતે ભાગી ગયો?

આતંકી અહેસાનને 2017માં પકડવામાં આવ્યો હતો. તેણે મલાલાપર જીવલેણ હુમલો કર્યો હતો. પરંતુ તે ત્રણ વર્ષમાં જ એટલે કે 2020માં સેફ હાઉસમાંથી ભાગી ગયો. જ્યાં પાક. ગુપ્તચર સંસ્થાએ તેને રાખ્યો હતો

ભાગી ગયા બાદ અહેસાનુલ્લાએ ટ્વીટર પર પત્રકારો સાથે વાત કરી હતી. સાથે મલાલાને ધમકી આપતા પાકિસ્તાની સરકાર હવે સક્રીય થઇ છે. વડાપ્રધાન ઇમરાન ખાનના સલાહકાર રઉફ હસને કહ્યું કે સરકાર ખતરા અંગે તપાસ કરી રહી છે. તેથી ટ્વીટરને તેનું એકાઉન્ટ તાકીદે બંધ કરવા કહેવાયું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે મલાલા કિશોરીઓને શિક્ષણ આપવા અને પાકિસ્તાનમાં અભિયાન ચલાવતી હતી, જેનાથી તાલીબાની નારાજ હતા. અહેસાને 2012માં સ્વાત ખીણમાં મલાલાને ગોળી મારી હતી. ત્યારે મલાલા માત્ર 15 વર્ષની હતી.

મલાલા પર હુમલા ઉપરાંત અહેસાન પર પાક. સેનાની પબ્લિક સ્કૂલ પર 2014માં આતંકી હુમલાનો પણ આરોપ છે. જેમાં 134 બાળકો માર્યા ગયા હતા

(11:06 am IST)