Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

કેરળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મેટ્રો મેન ઈ શ્રીધરન ભાજપમાં જોડાશે : વિજય યાત્રામાં કેસરિયો ખેસ પહેરશે

શ્રીધરને કહ્યું કે હું ભાજપ કેન્દ્રિત ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રીત કરીશ

કેરળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મેટ્રો મેન ઈ શ્રીધરન ભાજપમાં જોડાશે. કેરળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે રાજ્યમાં આ મોટી સફળતા મનાઈ રહી છે. મનાઈ રહ્યું છે કે પાર્ટીના રાજ્ય યુનિટના અધ્યક્ષ કે સુરેન્દ્રમની આગેવાનીમાં 21 ફેબ્રુઆરીએ થનારી વિજય યાત્રામાં શ્રીધરન ભાજપમાં સામેલ થશે.

શ્રીધરને મલયાલમ અખબારને જણાવ્યું કે આ નિર્ણય અચાનક નથી લીધો. હું ગત એક દશકથી કેરળમાં છું અને રાજ્ય માટે કંઈક કરવા માંગુ છું પણ હું એકલો કઈ નથી કરી શકતો. એટલા માટે પાર્ટીમાં શામેલ થયો છું. રાજ્યમાં મેટ્રો પરિયોજનાઓ પર કેરળ સરકારને સલાહ આપનારા શ્રીધરને કહ્યું કે તે આને બંધ કર દેશે. અખબારના જણાવ્યાનુસાર શ્રીધરને કહ્યું કે હું ભાજપ કેન્દ્રિત ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રીત કરીશ.

વર્ષ 2017માં લખનૌ મેટ્રો ઉદ્ધાટન દરમિયાન એક સામાન્ય વિવાદ થયો હતો. જેમાં ભાજપાના મુખ્ય નેતા ફ્રેમમાં મેટ્રો મેન રાખવાનું ભૂલી ગયા હતા. ઈવેન્ટમાં તેમને કિનારે કરી દેવામાં આવ્યા હતા. જેનો ફોટો વાયરલ થયો હતો

(2:13 pm IST)