Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

લવજેહાદ કાયદા વિરોધી અરજીમાં જમીઅન પક્ષકાર : સુપ્રિમની મંજુરી

નવી દિલ્હી, તા.૧૮: સુપ્રીમ કોર્ટએ જમિઅતને ઉલેમા-એ-હિંદને લવ જેહાદ સંબંધિત ઉત્તર -દેશ અને ઉત્તરાખંડના કાયદાઓને પડકારતી અરજીઓમાં પક્ષકાર બનવાની સુપ્રિમ કોર્ટએ મંજુરી આપી છે.

યુપી અને ઉત્તરાખંડના લવજેહાદના કાયદા અંગે સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ દ્વારા મુખ્ય પિટિશન દાખલ કરવામાં આવી છે, પરંતુ અરજીઓનો પક્ષકાર બને તે માટે મધ્યપ્રદેશ અને હિમાચલમાં બનેલા સમાન કાયદાઓને પડકારતી એક સુધારણા અરજી દાખલ કરી છે. કોર્ટે કહ્યું, તે આ કેસો પર બે અઠવાડિયા પછી વિચાર કરશે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે આ કાયદાઓને રદબાતલ જાહેર કરવામાં આવે.

અરજદારના સલાહકારએ કોર્ટને જણાવ્યું હતું કે આ કાયદાઓથી મોટી સંખ્યામાં મુસ્લિમ યુવકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમે આ કિસ્સામાં કોર્ટને સહકાર આપવા માંગીએ છીએ.

(3:13 pm IST)