Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

હવે પાકમાં રોગ લાગતા પહેલા જ તેનો ઇલાજ કરી શકાશે

ડો.એપીજે અબ્દુલ કલામ યુનિ.ના વૈજ્ઞાનિકોને મોટી સફળતાઃ તબક્કાવાર પ્રક્રીયાથી ખેડૂતોને નુકશાનીમાંથી ઉગારી શકાશે

લખનૌઃ રોગના કારણે બરબાદ થતી તલ અને અન્ય ફસલોને હવે સમય રહેતા બચાવી શકાશે. આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ, મશીન લર્નીગ પ્રોસેસ અને ફોટો સ્કેનીંગના આધારે થયેલ શોધમાં એકટી યુનિ.એ મોટી સફળતા મેળવી છે.

એકેટીયુના વૈજ્ઞાનીકોએ સરસવ અને અડદના પાક ઉપર શોધ કરી. જેમાં શરૂમાં જ રોગને પકડી લીધુ. જેથી બીમારીમાં ઇલાજમાં સરળતા રહે. તેમણે સામાન્ય કેમેરાનો ઉપયોગ કરેલ દાવો છે. ડ્રોનનો ઉપયોગ કરી વધુ જમીનના પાકની માહિતી મેળવી શકાય છે.

આ પ્રયોગથી ખેડૂતોને દર વર્ષે થતુ ભારે નુકશાનથી બચાવી શકાશે. છોડમાં સંક્રમણની તપાસ માટે સીરોલોજીકલ પ્રક્રિયાનો ઉપયોગ કરેલ. જે હેઠળ પાકમાં લાગનાર રોગોની ડેટા બેન્ક તૈયાર કરાયેલ. ત્યારબાદ તૈયાર થઇ રહેલ પાકના ફોટાનું સ્ક્રેનીંગ કરાયેલ. જેથી રોગનું શરૂઆતના તબક્કામાં જ ઓળખ થઇ શકે.

કોમ્પ્યુટર વિજ્ઞાનની શાખા આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ જે કોમ્પયુટરને માણસોની જેમ વ્યવહારની ધારણા ઉપર આધારીત છે. જે મશીનો વિચારવા, સમજવા, શીખવા, સમસ્યા હલ કરવા અને નિર્ણય લેવા જેવા સંજ્ઞનાત્મક કાર્યો કરવાની ક્ષમતાને સામે લાવે છે.

(3:15 pm IST)