Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ઉન્નાવ કેસ : ૨ સગીરાનું મોત કઇ રીતે થયું ? પરિવારે કરી CBI તપાસની માંગ : ધરણા પર બેઠા

પોલીસની ૬ ટીમ કરી રહી છે તપાસ : એરલિફટ કરવાની માંગ

નવી દિલ્હી તા. ૧૮ : ઉત્તર પ્રદેશના ઉન્નાવના અલોહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બબુરહા ગામના ખેતરમાં ૨ સગીરાઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા છે. જયારે એક સગીર ગંભીર હાલતમાં મળી છે. પરિવારે સીબીઆઈની માંગ કરી છે. હકિકતમાં ચારો લેવા સગીરાઓ ખેતરમાં ગઈ હતી. સગીરાના કાકાને કોઈએ જાણ કરી કે ત્રણેય સગીરાઓ ખેતરમાં પડી છે. ત્રણેયને હોસ્પિટલ લઈ જવામાં આવી.

ત્યારે ત્રીજીની હાલત નાજુક છે. સગીરાના ગામ તથા હોસ્પિટલમાં ભારે પોલીસ દળ તૈનાત છે. સગીરાની માતા એ કહ્યું કે સગીરાના મોંઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. પોલીસની ૬ ટીમ તેની તપાસ કરી રહી છે.

આ દરમિયાન આ વિસ્તારના લોકો ઘરણા પર બેઠા છે. તેમની માંગ છે કે પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં ન બેસાડવામાં આવે. પરિવારને ન્યાય જોઈએ. લોકોનો આરોપ છે કે પરિવારને કોઈને મળવા દેવામાં આવી નથી રહ્યા. જો કે ઉન્નાવ પોલીસે ટ્વીટ કરી આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

પરિવારના લોકોના નિવેદનમાં વિરોધાભાસ છે. એટલા માટે પોલીસ એ એંગલથી પણ જોઈ રહી છે કે શું અલગ અલગ સમયે લોકોના પહોંચવાના કારણે વિરોધાભાસ છે અથવા પરિવારજનો કયાંક સંડોવાયેલા છે. પોલીસે આખા ખેતરને ઘેરી લીધું છે. ફોરેન્સિકની ટીમ પુરાવા ભેગા કરી રહી છે. જેનાથી સમગ્ર ઘટનાને સમજી શકાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જાણી શકાશે કે ઝેર ખાવામાં આવ્યુ છે કે કેમ?

ઉલ્લેખનીય છે કે જીવન માટે લડી રહેલી યુવતીને એરલિફટ કરવા માટે વિપક્ષ સહિત અનેક નેતાઓએ માંગ કરી છે. ત્યારે કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે ઉન્નાવમાં ૨ દલિત બાળકીઓ મૃત મળી આવી છે. ત્રીજી ગંભીર ઘાયલ છે. તેને એરલિફટ કરી એમ્સ દિલ્હીમાં સારવાર કરવામાં આવે.ત્યારે કોંગ્રેસન પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ કહ્યું કે ઉન્નાવમાં ૩ દીકરીઓની સાથે થયેલી બર્બરતાએ દેશના હચમચાવી દીધો છે. યુપીમાં દીકરી હોવુ અભિશાપ છે. એક બાદ એક જિલ્લામાં દીકરીઓ સાથે બર્બરતા, ઉન્નાવમાં એવી ઘચનાઓની પુનરાવૃત્તિ યોગી સરકારના નિષ્ક્રિયતાનું પરિણામ છે. સીએમને પદ પર રહેવાનો અધિકાર નથી.

૨ દલિત સગીરાના મોતથી લખનૌમાં હડકંપ મચ્યો છે.સ્થળ પર આઈજી અનેડીઆઈજી સહિત પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા. ઉન્નાવના એસપી આનંદ કુલકર્ણીનું કહેવું છે કે ઘટનાસ્થળ પર હાજર લોકોના નિવેદન દાખલ કરવામાં આવ્યા છે. જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(3:17 pm IST)