Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ચેતજો... સંતાઇને પોર્ન જોવું પડી જશે ભારે : પોલીસનું તેડુ આવશે

યુપી સરકારે ચાંપતી નજર રાખવા એક કંપનીને આપ્યો કોન્ટ્રાકટ

નવી દિલ્હી તા. ૧૮ : ઉત્તર પ્રદેશમાં પોલીસ હવે લોકોના ઇન્ટરનેટ સર્ચ ડેટા પર નજર રાખશે અને જો તેમાં અશ્લીલ વસ્તુ દેખાશે તો સમન મોકલવામાં આવશે. જો કોઇ વ્યકિત ઇન્ટરનેટ પર અશ્લીલ વસ્તુ સર્ચ કરે છે તો યુપી વુમન પાવરલાઇન ૧૦૯૦ને એલર્ટ જશે અને પોલીસની ટીમ મહિલાઓ વિરુદ્ઘ થનારા અપરાધોને રોકવા માટે તે વ્યકિત સુધી પહોંચી જશે.

આ પરિયોજનાને પહેલા ૬ જિલ્લામાં આયોજીત કરવામાં આવ્યું અને ત્યાંથી સારી પ્રતિક્રીયા મળી રહી છે. આઇપીએસ નીરા રાવતે કહ્યું કે ઇન્ટરનેટના વધતા ઉપયોગને જોતા મહિલાઓ વિરૂદ્ઘ થનારા અપરાધોને રોકવા માટે પાવર લાઇન ૧૦૯૦ની ટીમ તે વ્યકિત સુધી પહોંચી જશે. વધુમાં તેમણે કહ્યું કે ડેટાનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પર શું શોધવામાં આવી રહ્યું છે તેના માટે એક ટીમ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, મૂળ રૂપથી ઇન્ટરનેટ એનાલિટિકસનું અધ્યયન કરવા માટે છે. જો કોઇ વ્યકિત પોર્ન જોવે છે તો એનાલિટિકસ ટીમને જાણકારી મળી જશે. પોર્નોગ્રાફી જોનારા લોકોને એક એલર્ટ મેસેજ મળશે અને બાદમાં સુચના પોલીસને મળી જશે. તેમણે વધુમાં કહ્યું કે, બાદમાં ઇન્ટરનેટ ડેટા ૧૦૯૦ની ટીમને આપવામાં આવશે. ટીમ ત્યારે તે વ્યકિતને જાગરૂકતા સંદેશ મોકલશે. એક અનુમાન પ્રમાણે ઉત્તર પ્રદેશમાં લગભગ ૧.૧૬ કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે.

(3:55 pm IST)