Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ફેમિના મિસ ઇન્‍ડિયા 2020ના ગ્રાન્‍ડ ફિનાલેમાં વિજેતા બનનાર તેલંગણાની માનસાના પિતા રિક્ષા ચાલક છેઃ પિતાને ગળે લગાવીને રડી રહેલી પુત્રો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

મુંબઇ: ફેમિના મિસ ઈન્ડિયા 2020ના ગ્રાન્ડ ફિનાલેમાં માનસા વિજેતા રહી. તેલંગાનાની રહેવાસી માનસાના માથે મિસ ઈન્ડિયાનો તાજ આવ્યો છે, પરંતુ જેણે લાખો લોકોનું દિલ જીત્યું છે તે રનર અપ માન્યા સિંહ છે. માન્યા ભલે રનર અપ આવી હોય, પરંતુ દરેક કોઈ હાલ તેના વખાણ કરી રહ્યાં છે.

માન્યાના પિતા રીક્ષા ચલાવે છે

હકીકતમાં માન્યાના પિતા રીક્ષા ચલાવે છે. 14 વર્ષની નાનકડી ઉંમરમાં જ માન્યાને માલૂમ પડ્યું હતું કે, તેને જીવનમાં શું કરવાનું છે. તે પોતાના સપનાઓને પૂરા કરવા માટે ઘરમાંથી ભાગી ગઈ હતી. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના માતાના પગે લાગી રહી છે. સાથે જ તેના પિતાને પણ ગળે લગાવીને રડી રહી છે. માન્યાનો આ વીડિયો ઈમોશનલ કરી દે તેવો છે. 

રીક્ષામાં ફરતી માન્યાનો વીડિયો વાયરલ થયો હતો

આ પહેલા પણ માન્યાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે પિતાની રીક્ષામાં મજેથી ફરી રહી છે. માન્યાની આ જીતે પરિવારના લોકોને ભાવુક કરી દીધી છે. વીડિયોમાં તેના માતાપિતા પણ ભાવુક નજર આવી રહ્યાં છે. માન્યાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના વીડિયોના વખાણ કરી રહ્યાં છે. તો સાથે જ તેના પર પ્રતિક્રીયા પણ આપી રહ્યાં છે. માન્યાની આ સફળતા બાદ લોકોને તેનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે.

માન્યાએ કહી પોતાની કહાની

ઉલ્લેખનીય છે કે, માન્યાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 14 વર્ષની ઉંમરમાં તે જોતી હતી કે તેની આસપાસની યુવતીઓ જીવનનો આનંદ માણી રહી છે, સારા કપડા પહેરી રહી છે, સ્કૂલ જઈ રહી છે. પરંતુ મને ખબર હતી કે, મારું જીવન એ પ્રકારનું નથી.

આ ઈન્ટરવ્યૂમાં માન્યા સિંહે કહ્યુ હતું કે, એકવાર તેની માતાએ માન્યાના અભ્યાસ માટે પોતાના દાગીના વેચી દીધા હતા. તેણે કહ્યું કે, મિસ ઈન્ડિયા બનવુ મારા બાળપણનું જ સપનુ ન હુતં, પરંતું હું ડોક્ટર કે એન્જિનિયર બનવા માંગતી ન હતી. જોકે, તેનાથી મારા પિતા ખુશ થઈ જતા. પરંતું હું સાધારણ જીવન જીવવા માંગતી ન હતી. હું જીવનમાં કંઈક ખાસ અને ઉદાહરણરૂપ કરી શકું તેવુ કરવા માંગતી હતી.

(4:47 pm IST)