Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે ઓકસીજનની માંગ વધી રહી છે ત્યારે ઓકિસજન પર ૧ર ટકા અને વેન્ટિલેટર પર ર૦ ટકા જીએસટી રદ કરી કરમુકત કરવા રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સોનીયા ગાંધીની વડાપ્રધાનને રજુઆત

દેશમાં ખુબ ઝડપી રીતે વધી રહેલા કોરોનાના કેસોને લઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમેટની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, ઓક્સિજન પર 12 ટકા અને વેન્ટિલેટર પર 20 ટકા જીસએટી લાગે છે. સરકારે તેમના ટેક્સ ફ્રિ કરવો જોઈએ.

કોંગ્રેસ અધ્યક્ષે આગ્રહ કર્યો છે કે, સરકારે કોરોના મહામારીને પહોંચીવળવા માટે જરૂરી ચિકિત્સા ઉપકરણો અને દવાઓને જીએસટીથી મુક્ત કરવી જોઈએ તથા કોરોના વાયરસ સંક્રમણના પ્રસાર પર અંકુશ લગાવવા માટે નક્કર પગલાઓ ભરવા પડશે. સોનિયા ગાંધીએ કહ્યું, જીવનરક્ષક દવાઓ જેવી કે રેમડેસિવિર અને મેડિકલ ઓક્સિજન જેવી આધારભૂતો પર 12 ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે, તેમને ટેક્સ ફ્રિ કરવા જોઈએ.

સોનિયાએ કહ્યું, કોરોનાથી લડવા માટે આવશ્યક ઈક્વિપમેન્ટ જેવા ઓક્સિમીટર અને વેન્ટિલેટરો પર 20 ટકા જીએસટી કેમ વસૂવામાં આવી રહ્યો છે. તેમને ટેક્સ ફ્રિ હોવું જોઈએ. તે ઉપરાંત ગાંધીએ કહ્યું કે, લોકડાઉનમાં બેરોજગાર થયેલા ગરીબોને દર મહિને - હજાર રૂપિયા આપવા જોઈએ.

તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યા કે અનેક જગ્યાઓ પર રસી, ઓક્સિજન અને વેન્ટિલેટરોની અછત સર્જાઈ રહી છે, પરંતુ સરકાર મૌન છે. વેક્સિનના નિકાસ પર પ્રશ્ન ઉઠાવતા સોનિયા ગાંધીએ પ્રશ્ન કર્યો કે, શું રસીના નિકાસને રોકીને પોતાના નાગરિકોની રક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ નહીં.

બેઠકમાં આપેલા પોતાના સંબંધોનમાં સોનિયાએ મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસની ચપેટમાં આવ્યા અને તેનાથી પ્રતિદિવસ સેકન્ડો લોકોના મોત થવા પર દુ: વ્યક્ત કરતાં સંકટની ઘડીમાં પોતાનું કર્તવ્ય નિભાવી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ અને બીજા કર્મચારીઓને કોંગ્રેસ સલામ કરે છે.

(12:16 pm IST)