Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મહારાષ્ટ્રમાં ૪૧૦ લોકો તોફાનમાં ફસાયા : ૧૨૭ ગુમ : ૪ રાજ્યોમાં ૧૮ના મોત : હજારો ઘર ધરાશાયી

તૌકતેથી કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં ૧૮ મોત થયા : તૌકતે ૧૮૫ કિમી પ્રતિ કલાકની સ્પીડથી સોમવારે રાતે ગુજરાત તટ સાથે અથડાયુ : તૌકતેના જમીન સાથે અથડાવાની પ્રક્રિયા ૨ કલાક સુધી ચાલી

મુંબઇ તા. ૧૮ : અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાતી વાવાઝોડુ તૌકતે ૧૮૫ કિમી પ્રતિકલાકની સ્પીડથી સોમવારે રાતે ૮ વાગે લગભગ ગુજરાત તટ સાથે અથડાયુ. કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં ૧૮ મોત થયા. જેમાં મહારાષ્ટ્રમાં ૬દ્ગક્ન મોત થયા. આ રાજયોમાં હજારો ઘર ધરાશાયી થયા. ત્યારે ગુજરાતમાં દોઢ લાખને સલામત સ્થળે ખસેડાયા છે.   આ પહેલા મુંબઈમાં તોફાનથી ભારે નુકસાન થયુ છે. મહારાષ્ટ્રમાં ૬ લોકોના મોત થયા છે. ત્યારે  ૨ મોટી બોટોમાં ૪૧૦ લોકો તોફાનમાં ફસાયા જેમને બચાવવા માટે નૌસેનાના ૩ જહાજોએ મોર્ચો સંભાળ્યો  હતો.

હવામાન વિભાગ મુજબ તૌકતેના જમીન સાથે અથડાવાની પ્રક્રિયા ૨ કલાક સુધી ચાલી. વાવાઝોડાની પહેલા સોમવારે ગુજરાતમાં ૧.૫ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. . પીએમ મોદીએ સોમવારે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ તથા દીવના ઉપરાજયપાલ સાથે વાત કરી તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ. તેમણે દમણ અને દીવના લેફિટનેન્ટ ગવર્નર સાથે ચર્ચા કરી. અમિત શાહે પણ મુખ્ય મંત્રીઓ સાથે વાતચીત કરી. ત્રણેય સેનાઓએ એલર્ટ રહેવા માટે નિર્દેશ સાથે સેનાએ ગુજરાતમાં પોતાની ૧૮૦ ટીમો અને ૯ એન્જિનિયર ટાસ્ક ફોર્સને તૈનાત કરી છે.

બોમ્બે હાઈ પર મોટુ અભિયાન ચાલુ છે. સોમવારે સાંજે મુંબઈમાં આવેલા ચક્રવાતી તોફાના કારણે ૨૭૩ લોકો એક સાથે એક ઓએનજીસી બાર્જ ચાલ્યુ. હવે ૧૪૬ લોકોને બચાવી લેવાયા છે. જયારે ૧૨૭ લોકો ગુમ છે.

તોકતેથી સોમવારે મહારાષ્ટ્રમાં કોંકણમાં ૬ લોકોના મોત થયા. જેમાં રાયગઢના ત્રણ, સિંધુદુર્ગમાં એક અને નવી મુંબઈમાં ૨ લોકો માર્યા ગયા. આ ઉપરાંત કર્ણાટકમાં ૮ લોકોના મોત થયા છે. ત્યારે રવિવારે તૌકતેથી ૪ લોકોના મોત થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર,ગોવા, કર્ણાટક અને કેરળમાં અત્યાર સુધીમાં ૧૮ મોત થયા છે કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૩૩૩ ઘર, ૬૪૪ થાંભલા, ૧૪૭ ટ્રાન્સફોર્મર, ૫૭ કિલોમીટર રોડ, ૫૭ જાળો અને ૧૦૪ બોટને નુકસાન પહોંચ્યુ છે.

મુંબઈથી લગભગ ૮ નોટિકલ મીલ દુર બોમ્બે હાઈની પાસે તોફાનની અડફેટમાં આવીને એક મોટી બોટ(બજરા) ભટકી ગઈ. આના પર એન્જિનિયર તથા કર્મચારી સહિત ૨૭૩ લોકો સવાર હતા. સૂચના પર નૌસેનાએ આઈએનએસ કોચ્ચી તથા તલવારના તાત્કાલીક  બચાવ માટે રવાના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જીએએલ કન્સ્ટ્રકટરની એક બોટ પણ ભટકી ગઈ જેના પર ૧૩૭ લોકો સવાર હતા. આઈએનએસ કોલકત્તાને આના બચાવ માટે લગાવવામાં આવી છે.

(10:31 am IST)