Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મહા વાવાઝોડુ... મહા વિનાશ

૧ થી ૧૦ ઇંચ વરસાદ : કાંઠાના વિસ્‍તારોમાં તારાજી

વાવાઝોડુ ‘તાઉતે' ત્રાટકી નબળુ પડયું: ૧૯૦ કિ.મી.ની ઝડપે વિનાશકારી પવન ફુંકાયો : ઠેર ઠેર વિજળી ઠપ્‍પઃ થાંભલા પડી ગયાઃ વૃક્ષો જમીનદોસ્‍તઃ છાપરા ઉડયાઃ કાચા મકાનોને નુકસાન : વાવાઝોડાથી રાજયના ૧૭ જીલ્લાઓમાં અસરઃ ભાવનગર-ગીર સોમનાથ-પોરબંદર-અમરેલી જીલ્લામાં ભારે નુકસાનઃ બગસરા-૮ાા, ગીરગઢડા-૭ાા, સાવરકુંડલા-ઉના-પાલીતાણા-૭, મહુવા-૬, અમરેલી-ખાંભા-બાબરા-રાજુલા-ઉમરાળા-પ, વલ્લભીપુર-વિસાવદર-ભાવનગર-૪, જેશર-તળાજા-૩ ઇંચઃ અન્‍યત્ર ઝાપટાથી માંડીને અઢી ઇંચ વરસાદ પડયો

રાજકોટ તા.૧૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ‘‘તાઉતે'' વાવાઝોડુ ત્રાટકતા ભારે પવન સાથે ઝાપટાથી માંડીને ૧૦ ઇંચ જેટલો વરસાદ પડતા ભારે તારાજી સર્જાઇ છે. જો કે જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

વાવાઝોડુની ગુજરાત-સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ત્રાટકતા ૧૯૦ કિ.મી. ની ઝડપે પવન ફુંકાયો હતો પવનની ભયાનકતા જોઇને લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે.

વાવાઝોડુ ‘તાઉતે' ત્રાટકીને નબળુ પડયું છ.ે ઠેર-ઠેર વિજળી ઠપ્‍પ થઇ ગઇ છે અને થાંભલા તથા વૃક્ષો જમીન દોસ્‍ત થઇ ગયા છ.ે

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાચા મકાનોને નુકશાન થયું છે ૧ થી ૧૦ ઇંચ વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા દરિયાઇ કાંઠાના વિસ્‍તારોમાં નારાજી સર્જાઇ છે.

વાવાઝોડાના કારણે ગુજરાત રાજયના ૧૭ જીલ્લાઓમાં અસર થઇ હતી ભાવનગર,ગીરસોમનાથ, પોરબંદર, અમરેલી જીલ્લામાં ભારે નુકશાન થયું છ.ે

અમરેલી જીલ્લાના બગસરામાં સાઠા આઠ ઇંચ, ગીરગઢડા ૭ાા સાવરકુંડલા, ઉના, પાલીતાણા-૭, મહુવામાં ૬ ઇંચ, અમરેલી, ખાંભા,  બાબરા, રાજુલા, ઉમરાળામાં પ, વલ્લભીપુર, વિસાવદર, ભાવનગરમાં ૪,ઇંચ, જેશર, તળાજામાં ૩, ઇંચ વરસાદ પડયો છ.ે

જયારે અન્‍યત્ર ઝાપટાથી માંડીને અઢી ઇંચ સુધી વરસાદ પડયો છ.ે

આ ઉપરાંત અનેક વિસ્‍તારોમાં સવારે વરસાદ વરસી રહ્યાો છે.

ગુજરાતમાં બે દાયકાના સૌથ ભયંકર વાવાઝોડા ચક્રવાત તાઉતે સોમવારે રાત્રે ટકરાયુ઼ હતું, ભારતીય હવામાન ખાતા (આઇએમડી) એ કહ્યું છે કે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે (ગુજરાત કોસ્‍ટ) અસર કરી છે અને લગભગ ૪ કલાક તેની ખરાબ અસર રહેશે. ચક્રવાત તાઉતે ઉત્તર અને વાયવ્‍ય તરફ આગળ વધી રહ્યું છે અને પોરબંદરથી મહુવા (ભાવનગર જિલ્લો) ની વચ્‍ચે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. આ સમયગાળા, દરમિયાન ૧પપ-૧૬પ કી.મી.થી કલાકના અંતરે ૧૮પ કિ.મી. સુધીના પવનથી પણ જાન-માલના નુકશાનનો ભય રહે છ.ે તાઉતે કર્ણાટક, કેરળ, મહારાષ્‍ટ્ર અને ગોવામાં મોટુ નુકસાન કરી ચુકયું છે કર્ણાટક અને મહારાષ્‍ટ્રમાં ૧ર લોકોના મોત નીપજયા છે.

છેલ્લા ર૪ કલાકમાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પટેલ વરસાદના આંકડા નીચે મુજબ છ.ે

અમરેલી

 

ધારી

૭૧ મી. મી.

અમરેલી

૧૩૧ મી. મી.

રાજુલા

૧ર૭ મી. મી.

બગસરા

ર૧ર મી. મી.

સાવરકુંડલા

૧૬૭ મી. મી.

લાઠી

૪પ મી. મી.

લીલીયા

૪૧ મી. મી.

ખાંભા

૧ર૭ મી. મી.

બાબરા

૧ર૭ મી. મી.

વડીયા

૯ મી. મી.

ભાવનગર

 

ભાવનગર

૧૦૮ મી. મી.

ઉમરાળા

૧૩૩ મી. મી.

ગારીયાધાર

૩પ મી. મી.

ઘોઘા

રપ મી. મી.

જેસર

૭૮ મી. મી.

તળાજા

૭૧ મી. મી.

પાલીતાણા

૧૭૩ મી. મી.

મહુવા

૧૪ર મી. મી.

વલ્લભીપુર

૯૯ મી. મી.

સિહોર

ર૯ મી. મી.

ગીર સોમનાથ

 

ઉના

૧૭પ મી. મી.

ગીરગઢડા

૧૮પ મી. મી.

સુત્રાપાડા

ર૧ મી. મી.

તાલાલા

ર૦ મી. મી.

વેરાવળ

૧પ મી. મી.

કોડીનાર

૧૦ મી. મી.

જુનાગઢ

 

વિસાવદર

૯૭ મી. મી.

જુનાગઢ

રપ મી. મી.

મેંદરડા

૧૬ મી. મી.

ભેંસાણ

ર૦ મી. મી.

બોટાદ

 

બોટાદ

૪૭ મી. મી.

બરવાળા

૩૬ મી. મી.

રાણપુર

ર૬ મી. મી.

સુરેન્‍દ્રનગર

 

ચોટીલા

૪૬ મી. મી.

ચુડા

૪૧ મી. મી.

પાટડી

૧૩ મી. મી.

વઢવાણ

૩૮ મી. મી.

ધ્રાંગધ્રા

૧૦ મી. મી.

થાનગઢ

ર૭ મી. મી.

લખતર

ર૧ મી. મી.

લીંબડી

ર૦ મી. મી.

મુળી

ર૧ મી. મી.

સાયલા

૪૩  મી. મી.

રાજકોટ

 

જસદણ

૩૮ મી. મી.

ગોંડલ

ર૭ મી. મી.

ધોરાજી

ર૦ મી. મી.

જામકંડોરણા

૧૯ મી. મી.

જામનગર

 

કાલાવડ

ર૩ મી. મી.

જામજોધપુર

૩ મી. મી.

ધ્રોલ

૧ મી. મી.

મોરબી

 

મોરબી

૧પ મી. મી.

વાંકાનેર

૧૪ મી. મી.

હળવદ

૯ મી. મી.

ટંકારા

૧૪ મી. મી.

માળીયા મિંયાણા

પ મી. મી.

કચ્‍છ

 

અંજાર

ર મી. મી.

ગાંધીધામ

ર મી. મી.

ભચાઉ

૩ મી. મી.

રાપર

૪ મી. મી.

(11:04 am IST)