Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજકોટમાં આજે ૨૮ મોતઃ નવા ૫૩ કેસ

કુલ કેસનો આંક ૪૦,૦૦૩ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૩૮,૦૬૭ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૫.૨૮ ટકા થયોઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૨૭ પૈકી ૬ કોવિડ ડેથઃ સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ૩૨૬૫ બેડ ખાલી

રાજકોટ તા. ૧૮: શહેર-જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૨૮ નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમાં ૫૩ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૭નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૮નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૫૩ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૨૭ પૈકી ૬ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૩૨૬૫ બેડ ખાલી છે.

નોંધનીય છે કે શહેરમાં કોરોનાનું  સંક્રમણ વધતા શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

બપોર સુધીમાં કોરોનાના ૫૩ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૫૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૦,૦૦૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૩૮,૦૬૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૩૫૯૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૧૯  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૩૧ ટકા થયો  હતો. જયારે ૫૯૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૧૧,૦૨,૨૦૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૦,૦૦૩  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૯૫.૨૮ ટકા થયો છે.

(3:54 pm IST)