Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

હવે ડેથ સર્ટીફીકેટ વગર પણ મળી જશે વીમાની રઝ્‍હ્ય

LICએ ગ્રાહકોને આપી મોટી રાહત

નવી દિલ્‍હી તા. ૧૮ : કોરોનાની મહામારીમાં અનેક લોકો જીવલેણ વાયરસથી સંક્રમિત થયા છે. એટલું જ નહીં આ જીવલેણ વાયરસે અનેક લોકોનો ભોગ પણ લીધો છે. અગાઉ વીમા ધારકને આવી સ્‍થિતિમાં ક્‍લેમ પાસ કરાવવા માટે તેમના પરિવારના લોકોને ધક્કા ખાવા પડતા હતાં. ત્‍યારે એલઆઈસીએ કોરોના કાળમાં વીમા ધારકો એટલેકે, તેમના ગ્રાહકોને મોટી રાહત આપી છે.

જો કોઈનું મૃત્‍યુ થાય તો તેના વીમાની રકમ મેળવવા માટે હવે તેના વારસોને વધારે ભાગદોડ નહિં કરવી પડે. જો મહાનગર પાલિકાનું ડેથ સર્ટિફિકેટ નહિં હોય તો પણ તમને ક્‍લેમની રકમ મળી જશે. એલઆઈસીએ આ રીતની સુવિધા શરૂ કરી છે. LICએ મહામારીના દોરમાં ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે તેમને પોતાના પરિવારજનોના ડેથ ક્‍લેમ મેળવવા માટે મુશ્‍કેલીનો સામનો નહિ કરવો પડે. આ નિયમ હેઠળ જો કોરોનાથી કોઈ વીમાધારકની મોત થઇ ગઈ છે તો હવે વીમા નગર નિગમના ડેથ સર્ટિફિકેટના પણ ક્‍લેમ લઇ શકાય છે.

LICએ આ સુવિધા ક્‍લેમના તાત્‍કાલિક ઉકેલ તેમજ લોકોની સુવિધા માટે શરુ કરી છે. રિપોર્ટ મુજબ, LIC તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે જો વીમાધારકની મૃત્‍યુ કોરોનાના કારણે થઈ છે અને પરિવારજનોને નગર નિગમેં મૃત્‍યુ પ્રમાણ પત્ર મળવામાં મોડું થઇ રહ્યું છે તો કંપની મૃત્‍યુના વૈકલ્‍પિક પ્રમાણપત્રને સ્‍વીકાર કરી શકે છે. જો કે એમાં મૃત્‍યુની તારીખ અને સમય દીઠથી લખવાની જરૂરત હશે.

એલઆઈસીના નવા નિયમ હેઠળ, જો મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેથ સર્ટિફિકેટ આપવામાં વિલંબ થાય છે, તો સરકાર / ઇએસઆઈ / સશષા દળ / કોર્પોરેટ હોસ્‍પિટલો દ્વારા આપવામાં આવેલ ડેથ સર્ટિફિકેટ દાવા માટે સ્‍વીકારવામાં આવશે. એમાં ડિસ્‍ચાર્જના બ્‍યોરા, વીમાદાતાના મૃત્‍યુની વિગતો, તારીખ અને સમયની વિગતો શામેલ હોવી જોઈએ. આ સિવાય, આ દસ્‍તાવેજો સબમિટ કરતા પહેલા એલઆઈસીના વર્ગ ૧ અધિકારી અથવા ૧૦ વર્ષથી કાર્યરત વિકાસ અધિકારીની સાઇનની જરૂર રહેશે. જયારે અન્‍ય કેસોમાં મહાનગર પાલિકાના મૃત્‍યુ પ્રમાણપત્રની જરૂર રહેશે. કોરોના રોગચાળામાં ગ્રાહકોની સલામતીને ધ્‍યાનમાં રાખીને, એલઆઈસીએ દાવાની પતાવટ માટે ડેથ સર્ટિફિકેટ સહિતના અન્‍ય દસ્‍તાવેજો રજૂ કરવાની રાહત પણ આપી છે. હવે અરજદારો તેમની નજીકની કોઈપણ એલઆઈસી શાખા અને દસ્‍તાવેજોના દસ્‍તાવેજોની મુલાકાત લઈ શકે છે. તેવી જ રીતે, ઇન્‍યુટી માટેના જીવન પ્રમાણપત્રની તારીખ માટે ૩૧ ઓક્‍ટોબર ૨૦૨૧ સુધી છૂટ આપવામાં આવી છે. ઇમેઇલ દ્વારા મોકલાયેલ જીવન પ્રમાણપત્રો પણ સ્‍વીકારવામાં આવશે.

(12:48 pm IST)