Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

કોરોના સામેના જંગમાં મોટી સફળતા

વૈજ્ઞાનિકોએ વિકસાવી 'મિસાઇલ' ટેકનીકઃ વાયરસનો ૯૯.૯ ટકા સુધી ખાત્મો બોલાવી દયો

સીડનીઃ તા.૧૮, કોરોના વાયરસ મહામારીના કહેર વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોએ એક એવી થેરાપી વિકસીત કરી છે જે ૯૯.૯ ટકા કોવિડ-૧૯ પાર્ટીકલ્સને મારવા માટે સક્ષમ છે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ શોધ કોરોના વિરૂધ્ધ જંગમાં કારગર સાબિત થઇ શકે તેમ છે. ઓસ્ટ્રેલીયાના ચેન્જીસ હેલ્થ ઇન્સ્ટીટયુટ  ફ્રાન્સલેન્ડના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે આ થેરાપી વિકસીત કરી છે. તેમનું કહેવુ છે કે આવા ટેકનીક એક મિસાઇલની જેમ કામ કરે છે જે પહેલા પોતાના  ટારગેટને ડિટેકટ કરે છે પછી તેને  નષ્ટ કરે છે.

'ડેઇલી મેઇલ'ના રીપોર્ટ મુજબ આ નેકસ્ટ જનરેશન ટેકનોલોજી એક હીટ સીકીંગ મિસાઇલની જેમ કામ કરે છે.  આમ પહેલા કોવિડ પાર્ટીકલ્સની ઓળખ કરે છે અને પછી તેના પર પ્રહાર કરે છે.

આવી અભૂતપૂર્વ સારવાર વાયરસને પ્રતિકૃતિ બનાવવાથી રોકે છે અને તેની મદદથી કોરોનાથી થતા મોતને ઘટાડી શકાય છે.

(1:24 pm IST)