Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

કુલ રકમ મળી ૬ લાખ ૧૫ હજાર ઉપર

આ છે તિરૂપતિનો ભિખારી : બંધ રૂમમાંથી નોટો ભરેલી બે બેગ : કલાકો સુધી ગણવી પડી

તિરૂપતિ,તા. ૧૮: દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં આવેલ તિરુપતિ મંદિર ખુબ પ્રખ્યાત છે. વિશ્વભરમાં તેનું એક આગવુ સ્થાન છે ત્યાં માત્ર ચાંદલો લગાવીને પૈસા માંગનાર ભીખારી પાસે એટલા રૂપિયા મળ્યા છે કે એટલી તમારી ૨ વર્ષની બચત પણ નહી હોય.

૬૪ વર્ષના શ્રીનિવાસન તિરુમાલામાં આવતા વિઆઇપી  તીર્થયાત્રીઓ પાસે ભીખ માંગતા હતા અને તે વીઆઇપી ભકતો પાસેથી ત્યાં સુધી નહોતો હટતો કે જયાં સુધી તે તેમને ચાંદલો કરીને પૈસા ન લઇ લેય તેના ઘરમાંથી લાખો રૂપિયાની રકમ મળી આવી છે.

ગયા વર્ષથી જોવામાં આવી રહ્યું છે કે અનધિકૃત લોકો શેષાચલ નગર સ્થિત તેમના દ્યર પર કબ્જો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમને અંદાજો હતો કે તેની પાસે લાખો રૂપિયા છે માટે પાડોશીઓએ ટીટીડીના અધિકારીઓ અને પોલીસને સૂચના આપી હતી. જે રકમ મળી આવી છે તે બે બેગ ભરીને મળી આવી છે.

શ્રીનીવિસનનો કોઇ પરિવાર નથી. તેની સંપત્ત્િ। ગણવામાં આવી તો ૬ લાખ ૧૫ હજાર ૫૦ રૂપિયા નીકળ્યા હતા. થોડા સમય પહેલા ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણ ત્યાં ગઇ હતી તો ત્યાં પણ શ્રીનિવાસન તેની પાછળ ગયા અ્ને દક્ષિણા લઇને જ પરત ફર્યા હતા.

કહેવાય છે ને કે માણસ ખાલી હાથ આવે છે અને ખાલી હાથ જ જાય છે. આ વાત આ ભિખારી પર પણ લાગૂ થઇ છે અને હવે જયારે તે હયાત નથી ત્યારે તેની સંપત્ત્િ। સરકારી ખજાનામાં પહોંચી ગઇ છે. આખી જીંદગી વીઆઇપી શ્રદ્ઘાળુંઓને ચાંદલા કરીને ભેગી કરેલી રકમ ધરતી પર મૂકીને જ વૈકુંઠ જવુ પડ્યુ હતુ.

(3:08 pm IST)